INDvsENG: જોફ્રા આર્ચરની બેટીંગ વેળા બેટ તુટવાને લઇને ત્રણ વર્ષ જૂની તેની ટ્વીટ વાયરલ થઇ ગઇ

|

Mar 19, 2021 | 5:44 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ચોથી T20 મેચમાં ઇંગ્લેંડ (England) ને ભારતે 8 રન થી રોમાંચક રીતે હરાવી દીધુ હતુ.

INDvsENG: જોફ્રા આર્ચરની બેટીંગ વેળા બેટ તુટવાને લઇને ત્રણ વર્ષ જૂની તેની ટ્વીટ વાયરલ થઇ ગઇ
Joffra Archer

Follow us on

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ચોથી T20 મેચમાં ઇંગ્લેંડ (England) ને ભારતે 8 રન થી રોમાંચક રીતે હરાવી દીધુ હતુ. મેચની આખરી ઓવરમાં એક સમયે જોફ્રા આર્ચરે (Joffra Archer) શાર્દુલ ઠાકુર (Shardul Thakur) ને લગાતાર ચોગ્ગો અને છગ્ગો લગાવતા જ ભારતીય ટીમ (Team India) ના ચાહકોના હ્રદયના ધબકારા વધારી દીધા હતા. જોકે શાર્દુલ ઠાકુરે આખરી ત્રણ બોલમાં મેચને ભારતના પક્ષે કરી લીધી હતી. શાર્દુલની અંતિમ ઓવર દરમ્યાન બેટીંગ કરી રહેલા જોફ્રાએ શોટ લગાવવાનો પ્રયાસ કરવા દરમ્યાન તેનુ બેટ તુટી ગયુ હતુ. જેને લઇને હવે તેનો ત્રણ વર્ષ જૂનુ ટ્વીટ વાયરલ થવા લાગ્યુ છે.

જોફ્રા આર્ચર એ વર્ષ 2018 માં ટ્વીટ કરતા ઇંગ્લેંડમાં કોઇ સારા બેટ રિપેર કરનારા વિશે પૃચ્છા કરી હતી. ચોથી T20 મેચમાં તેનુ બેટ તુટવાના બાદ જોફ્રા આર્ચરનુ તે જૂનુ ટ્વીટ હવે વાયરલ થવા લાગ્યુ છે. ફેન્સ તેની ચોથી T20 મેચ સાથે જોડીને મજા લઇ રહ્યા છે. આર્ચરનુ પ્રદર્શન ચોથી મેચમાં બેટ અને બોલ બંને રીતે શાનદાર રહ્યુ હતુ. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં 33 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી. તો વળી બેટીંગ ઇનીંગ દરમ્યાન 8 બોલમાં 18 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચોથી T20 મેચમાં મળેલી જીતની સાથે જ ટીમ ઇન્ડીયાએ પાંચ મેચોની સિરીઝને 2-2 થી બરાબર કરી દીધી છે. ટીમ ઇન્ડીયા તરફ થી સૂર્યકુમાર યાદવે પોતાની ડેબ્યુ ઇનીંગમાં 57 રનની ઇનીંગ રમી હતી. જ્યારે શ્રેયસ ઐયર એ ધુંઆધાર બેટીંગ કરતા 37 રનની આતશી ઇનીંગ રમી હતી. 186 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેંડ 8 વિકેટ ગુમાવીને 177 રન જ બનાવી શક્યુ હતુ. બોલીંગમાં ભારત તરફ થી શાર્દુલ ઠાકુર એ ત્રણ વિકેટ ઝડપી હતી. સિરીઝની પાંચમી અને અંતિમ મેચ 20 માર્ચે અમદાવાદમાં રમાનારી છે.

Next Article