INDvsENG: ઋષભ પંતની બેટીંગનો અંદાજ જોઇ દિવાના થયેલા ઇંઝમામને પંતમાં વિરેન્દ્ર સહેવાગનો અવતાર દેખાયો

|

Mar 09, 2021 | 4:38 PM

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ઇંઝમામ ઉલ હક (Inzamam-ul-Haq) પણ ઋષભ પંત (Rishabh Pant) ની બેટીંગના આશિક બની ચુક્યા છે. અમદાવાદ (Ahmedabad Test) માં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં પંત એ 101 રનની ઇનીંગ રમી હતી.

INDvsENG: ઋષભ પંતની બેટીંગનો અંદાજ જોઇ દિવાના થયેલા ઇંઝમામને પંતમાં વિરેન્દ્ર સહેવાગનો અવતાર દેખાયો
ઇંઝમામ એ કહ્યુ કે, પંત પર પણ સહેવાગની માફક દબાણની તેની પર કોઇ અસર રહેતી નથી.

Follow us on

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ઇંઝમામ ઉલ હક (Inzamam-ul-Haq) પણ ઋષભ પંત (Rishabh Pant) ની બેટીંગના આશિક બની ચુક્યા છે. અમદાવાદ (Ahmedabad Test) માં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં પંત એ 101 રનની ઇનીંગ રમી હતી. પંતની રમતના વખાણ કરતા ઇંઝમામ એ કહ્યુ હતુ કે, તેને રમતો જોઇને એમ લાગે છે કે, જેમ કે વિરન્દ્ર સહેવાગ (Virender Sehwag) લેફ્ટ હેન્ડ બેટીંગ કરી રહ્યો છે. ઇંઝમામ એ કહ્યુ કે, પંત પર પણ સહેવાગની માફક દબાણની તેની પર કોઇ અસર રહેતી નથી.

ઇંઝમામ એ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વિડીયોમાં કહ્યુ હતુ કે, ઋષભ પંત એક દમ શાનદાર ખૂબ સમય બાદ મે આવો ખેલાડી જોયો છે. જેની પર દબાણની કોઇ જ અસર સર્જાતી નથી. એટલે સુધી કે 146 રન પર 6 વિકેટ ટીમે ગુમાવી દીધી હોય તો પણ, તે એ રીતે પોતાની રમતની શરુઆત કરે છે તેવુ બીજુ કોઇ નથી કરતુ. તે સ્પિનરો અને ઝડપી બોલરો સામે એક સમાન રીતે શ્રેષ્ઠ છે. મને તેને જોવામાં આનંદ આવે છે. તે સહેવાગ જમણાં હાથે બેટીંગ કરતો હોય એમ દેખાય છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

જ્યારે ઇંઝમામ પાકિસ્તાનની ટીમના કેપ્ટન હતા ત્યારે સહેવાગ પોતાની ચરમ સીમા પર હતો. ભારતે 2004માં પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો. વિરેન્દ્ર સહેવાગે મુલતાનમાં 309 રનની ઇનીંગ રમી હતી. ઇંઝમામ એ પંત અને સહેવાગની બેટીંગમાં સમાનતા હોવાનુ બતાવતા કહ્યુ હતુ કે, પરિસ્થીતીઓ તેમના માટે કોઇ ફેક્ટર નથી હોતુ. હું સહેવાગ સામે રમ્યો છુ. તેને પણ બેટીંગ કરતા અન્ય ચિજો થી કોઇ જ ફર્ક નથી પડતો. પિત કેવુ રમી રહી છે અને સામે બોલીંગ આક્રમણ કેવુ છે, તેના થી સહેવાગ બેફિકર રહેતો હતો. તે ફક્ત પોતાના શોટ રમતો હતો. ફિલ્ડરો મોટેભાગે બાઉન્ડ્રી પર હોય અને સહેવાગને લાગે કે, તે મેદાનની બહાર મારી શકે છે તો તે જરુર એમ જ કરવાની કોશિષ કરતો હતો. સહેવાગ બાદ મે આવો ખેલાડી જોયો છે. તેના માટે કોઇ જ ફેક્ટર નથી રહેતુ.

Next Article