INDvsENG: એન્જિનીયરિંગનુ સપનુ જોતા નડિયાદના અક્ષર પટેલને મિત્રે ક્રિકેટમાં વાળ્યો, હવે ટેસ્ટ રમશે

|

Jan 21, 2021 | 11:54 AM

ભારત (India) અને ઇંગ્લેંડ (England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ આગામી 5 ફેબ્રુઆરી થી થનારો છે. આ માટે BCCI એ પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમની ઘોષણાં પણ કરી દીધી છે. જેમાં ભારતીય ટીમમાં ગુજરાતી અક્ષર પટેલ (Axar Patel) ને પણ ટેસ્ટ મેચમાં પ્રથમ વાર સમાવેશ કરવામાં આવ્યો છે.

INDvsENG: એન્જિનીયરિંગનુ સપનુ જોતા નડિયાદના અક્ષર પટેલને મિત્રે ક્રિકેટમાં વાળ્યો, હવે ટેસ્ટ રમશે
શાળામાં આચાર્યએ અંગ્રેજીમાં તેનુ ખોટુ નામ લખી દીધુ, તેને જ સાચા તરીકે સ્વિકારી લીધુ.

Follow us on

ભારત (India) અને ઇંગ્લેંડ (England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ આગામી 5 ફેબ્રુઆરી થી થનારો છે. આ માટે BCCI એ પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમની ઘોષણાં પણ કરી દીધી છે. જેમાં ભારતીય ટીમમાં ગુજરાતી અક્ષર પટેલ (Axar Patel) ને પણ ટેસ્ટ મેચમાં પ્રથમ વાર સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વન ડે અને T20 ટીમમાં તે ટીમ ઇન્ડીયા (Team India) સાથે રમી ચુક્યો છે. અક્ષર પટેલ મૂળ નડીયાદ (Nadiad) નો છે. મિકેનેકલ એન્જીનીયર (Mechanical Engineer) બનવા નિકળેલો અક્ષર ક્રિકેટમાં કારકિર્દી તેના મિત્રના કહેવાથી બનાવી હતી.

27 વર્ષીય લેફ્ટ આર્મ બોલીંગ કરતો ઓલરાઉન્ડર અક્ષર પટેલ નડીયાદમાં જન્મયો હતો. તે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરતા પહેલા IPL માં વર્ષ 2013માં મુંબઇ ઇન્ડીયન્સ સાથે જોડાયો હતો. ત્યાર બાદ તે 2014માં કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયો હતો. પંજાબ વતી રમતા તેણે 17 વિકેટ IPL ટુર્નામેન્ટમાં ઝડપી હતી. તેના આ પ્રદર્શન થી જ ચળક્યો હતો. તેણે 2016માં ગુજરાત લાયન સામે હેટ્રીક સાથે પાંચ બોલમાં જ 4 વિકેટ ઝડપી હતી. વર્ષ 2016માં રાજકોટમાં કરેલા પરાક્રમથી જાણે કે તે જાણીતો બની ચુક્યો હતો. પરંતુ તેની કિસ્મતની ગાડી ધીમે ધીમે જ આગળ વધી છે. વર્ષ 2019 થી હવે તે દિલ્હી કેપીટલ્સનો મેમ્બર છે.

આઇપીએલના તેના પ્રદર્શનને ધ્યાને રાખીને જ તેનો વન ડે ફોર્મેટ માટે ભારીતીય ટીમમાં 2014માં સમાવેશ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ પ્રવાસ દરમ્યાન તેણે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યુ હતુ. વર્ષ 2015માં તે ભારતીય ટીમ સાથે ટી20 ફોર્મેટ માટે પસંદ થતા, ઝિમ્બાબ્વે સામે રમીને પદાર્પણ કર્યુ હતુ. જોકે 2017 થી વન ડે અને 2018 થી ટી20 ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો મોકો ટીમ ઇન્ડીયા તરફથી મળ્યો નથી. હવે તેને ટેસ્ટ ક્રિકેટમાં તક મળી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અક્ષર પટેલ આમ તો ક્રિકેટર બનવા ક્યારેય સપનુ જોયુ નહોતુ, તે મિકેનીકલ એન્જીનીયરીંગમાં કેરીયર બનાવવા માંગતો હતો. પરંતુ તે જ્યારે 15 વર્ષનો હતો ત્યારે, તેના મિત્ર ધિરેન કંસારાએ તેની ક્રિકેટ અંગે નોટીસ કરીને તેના ક્રિકેટને કેરિયર તરીકે અજમમાવવા સલાહ આપી હતી. બસ ત્યાર બાદ મહેનતના અંતે તે એક સારો ઓલરાઉન્ડર તરી આવ્યો હતો. જોકે તેના અંગ્રેજી નામ પાછળ એક રસપ્રદ વાત સમાયેલી છે. તેના નામ અક્ષરના અંગ્રેજી સ્પેલીંગને તેની શાળાના આચાર્યએ ભૂલ કરી દેતા તેનુ નામ કાયમ માટે અંગ્રેજીમાં ભૂલ ભરેલુ રહી ગયુ છે. અક્ષર હવે અંગ્રેજી ભાષામાં તેના સાચા નામ (Akshar) ને બદલે આ ભૂલ ભરેલા સ્પેલિંગ વાળા નામ (Axar) ને જ સ્વિકારી લીધુ છે. હવે ભૂલ ભરેલા સ્પેલીંગનો ઉપયોગ જ નામ માટે કરે છે.

Next Article