INDvsENG: તમામ ભારતીય ખેલાડીઓનો કોરોનાનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ, પરિવારને સાથે રાખવાની BCCIની અનુમતી

|

Jan 29, 2021 | 8:36 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચોની સિરીઝ માટે બંને ટીમો હાલમાં ચેન્નાઇમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai Tes) માં રમાનારી છે. આ સિરીઝ દરમ્યાન ટીમના સભ્યોને પોતાના પરિવારને સાથે રાખવા માટેની અનુમતી મળી ચુકી છે.

INDvsENG: તમામ ભારતીય ખેલાડીઓનો કોરોનાનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ, પરિવારને સાથે રાખવાની BCCIની અનુમતી
મેદાની અભ્યાસ શરુ કરવા માટે હજુ વધુ બે પરીક્ષણ કરવા પડશે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચોની સિરીઝ માટે બંને ટીમો હાલમાં ચેન્નાઇમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai Tes) માં રમાનારી છે. આ સિરીઝ દરમ્યાન ટીમના સભ્યોને પોતાના પરિવારને સાથે રાખવા માટેની અનુમતી મળી ચુકી છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) પર પણ ટીમના કેટલાક ખેલાડીઓ તેમના પરિવાર સાથે ગયા હતા.

ભારતીય ક્રિકેટરોનો RT-PCR ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. તેમને આગામી બીજી ફેબ્રુઆરી થી ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી અગાઉ અભ્યાસ શરુ કરવા માટે હજુ વધુ બે પરીક્ષણ કરવા પડશે. પુરી ભારતીય ટીમ ચેન્નાઇ પહોંચી ચુકી છે. જ્યા હાલમાં ટીમ એક જ હોટલમાં રોકાણ સાથે ક્વોરન્ટાઇન સમયગાળો પસાર કરી રહી છે.

બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યુ હતુ કે, સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેસ (SOP) આઇપીએલ બાયોબબલ ની માફક જ છે. ખેલાડીઓનો એક આરટી-પીસીઆર ટેસ્ટ થઇ ચુક્યો છે, અને હવે અભ્યાસ શરુ કરવાના પહેલા પણ હજુ વધુ બે પરીક્ષણ કરવામા આવશે. અત્યારે ખેલાડીઓ પોતાના રુમમાં જ રહેશે. ખેલાડીઓ ઓપ્ટીમાઇઝેશન એક્સપર્ટ (Optimization Expert)નિક વેબ અને સોનમ દેસાઇની દેખરેખમાં પોતાના રુમમાં વ્યાયામ કરીને સમય વિતાવી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઉપરાંત બીસીસીઆઇએ તેમના પરિવારને સાથએ રહેવા માટેની પરવાનગી આપી છે. ક્વોરન્ટાઇન હેઠળ ખેલાડીઓએ ખૂબજ એકાંત નો સમય પસાર કરવો પડે છે. વાઇસ કેપ્ટન અજીંકય રહાણે, સિનીયર બેટ્સમેન રોહિત શર્મા, વિકેટકીપર રિદ્ધીમાન સાહા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના પરિવાર સાથે ચેન્નાઇ પહોંચ્યા હતા.

Next Article