INDvsENG: એન્ડરસનની સામે આઉટ થવામાં અજીંક્ય રહાણેએ સહેવાગ અને મુરલીને પાછળ છોડ્યા

|

Feb 09, 2021 | 4:46 PM

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) ની હારની હારમાં બેટ્સમેનોની નિષ્ફળતા નો ફાળો રહેલો છે હતો. ટીમ ઈન્ડિયાની બેટિંગ જેટલી જાણીતી છે તેવી બેટીંગ પ્રથમ ટેસ્ટમાં જોવા મળી નહી. મેચની બીજી ઇનિંગમાં ખાસ કરીને ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો એ ખૂબ નિરાશ કર્યા હતા.

INDvsENG: એન્ડરસનની સામે આઉટ થવામાં અજીંક્ય રહાણેએ સહેવાગ અને મુરલીને પાછળ છોડ્યા
ચોથી વખત રહાણેને એન્ડરસન દ્વારા શૂન્ય પર આઉટ કર્યો હતો.

Follow us on

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) ની હારની હારમાં બેટ્સમેનોની નિષ્ફળતા નો ફાળો રહેલો છે હતો. ટીમ ઈન્ડિયાની બેટિંગ જેટલી જાણીતી છે તેવી બેટીંગ પ્રથમ ટેસ્ટમાં જોવા મળી નહી. મેચની બીજી ઇનિંગમાં ખાસ કરીને ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો એ ખૂબ નિરાશ કર્યા હતા. કેટલાક બેટ્સમેનોને બાદ કરતા મોટાભાગના બેટ્સમેનોએ ઇંગ્લેન્ડની બોલિંગની સામે હથિયાર હેઠાં નાંખી દીધા હતા. જે બેટ્સમેનોમાં ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) પણ શામેલ છે.

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે ભારત સામે જીતવા માટે 420 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ચેન્નઈની પીચ પર ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી ટેસ્ટ હતી જેમાં ભારતીય ટીમ નિષ્ફળ ગઈ હતી. આ મેચમાં ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે નિરાશ થયા છે. તેણે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર એક રન બનાવ્યો હતો અને ડોમ બેઝના બોલ પર આઉટ થયો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તે પોતાનું ખાતું ખોલી શક્યું ન હતો.તે જેમ્સ એન્ડરસનને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. રહાણેએ ઇનિંગમાં માત્ર 3 બોલનો સામનો કર્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં આ ચોથી વખત રહાણેને એન્ડરસન દ્વારા શૂન્ય પર આઉટ કર્યો હતો. ભારતીય બેટ્સમેન તરીકે અજિંક્ય રહાણે જેમ્સ એન્ડરસનનાના બોલ પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા ટેસ્ટમાં એન્ડરસને વિરેન્દ્ર સેહવાગ અને મુરલી વિજયને ત્રણ ત્રણ વખત શૂન્ય પર આઉટ કર્યો હતો. હવે રહાણેએ આ બંનેને પાછળ છોડી દીધા હતા, અને ભારતીય બેટ્સમેન જેમ્સ એન્ડરસનની સામે સૌથી વધુ આઉટ થયા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં, પહેલા જ દિવસથી જ ઈંગ્લેન્ડની ટીમે ભારત પર પ્રભુત્વ મેળવી લીધુ હતું. જેના પરિણામે ટીમ ઇન્ડીયાએ હારનુ પરિણામ ભોગવવુ પડ્યુ હતુ. વિરાટની વાપસી બાદ ટીમ મજબૂત દેખાતી હતી, પરંતુ જો રૂટે બેટ્સમેન અને કેપ્ટન તરીકે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને વિજય માટે સૌથી પ્રબળ માનવામાં આવતુ હતુ. પરંતુ ઇંગ્લેન્ડે શ્રીલંકામાં બે ટેસ્ટમાં મેળવેલી જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. પહેલી જ મેચમાં ભારતને 227 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

Next Article