INDvsAUS: વોર્નરના રુપમાં ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો, વરસાદને લઇ મેચ અટકી

|

Jan 07, 2021 | 8:38 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની (Sydney Test) માં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડીયા (Team India)એ પ્રથમ બોલીંગ કરવાની શરુઆત કરી હતી.

INDvsAUS: વોર્નરના રુપમાં ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો, વરસાદને લઇ મેચ અટકી
Sydney Test

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની (Sydney Test) માં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડીયા (Team India)એ પ્રથમ બોલીંગ કરવાની શરુઆત કરી હતી. ઓસ્ટ્રેલીયા (Australia) ની ટીમ વતી થી વિલ પુકોવસ્કી (Will Pucovski) એ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયા તરફ થી ડેવિડ વોર્નર (David Warner) અને પુકોવસ્કીએ ટીમની ઓપનીંગ શરુ કરી હતી. ભારતીય ઝડપી બોલર મહંમદ સિરાજે (Mohammed Siraj)લ વોર્નરને 5 રન ના વ્યક્તિગત સ્કોર પર જ આઉટ કરી દીધો હતો. જે સમયે ઓસ્ટ્રેલીયાનો સ્કોર પણ માત્ર 6 રન હતો. વરસાદને લઇને હાલમાં મેચને રોકી દેવામાં આવી હતી.

ભારતે આ મેચમાં પાંચ બોલરોને રમાડવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બાયોબબલ ભંગના વિવાદમાં સપડાયેલા પૈકીના ત્રણ ખેલાડીઓને પણ ત્રીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત નવદિપ સૈનીએ પણ આજે ટેસ્ટ ડેબ્યુ કર્યુ છે. તેને ઉમેશ યાદવના સ્થાન પર ટીમમાં સમાવવામાં આવ્યો છે. યાદવ ઇજાને લઇને સીરીઝ થી બહાર થયો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રમતની શરુઆત થયાના થોડાક સમયમાં સિડનીમાં વરસાદને લઇને મેચને રોકી દેવામાં આવી હતી. 7.1 ઓવર દરમ્યાન વરસાદ વરસવો શરુ થવાને લઇને મેચને અટકાવી દેવામાં આવી હતી. આ પહેલા વોર્નર ને સિરાજે આઉટ કર્યો હતો. મેચની ચોથી ઓવરમાં સિરાજના બોલર પર વોર્નર ચેતેશ્વર પુજારાના હાથમાં કેચ ઝડપાયો હતો. વરસાદ ને લઇને મેચ રોકાવા સુધીમાં પુકોવસ્કિ 14 રન અને લાબુશાને 2 રન સાથએ રમતમાં હતા.

Next Article