INDvsAUS: ટિમ પેન પાસે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે કેપ્ટન પદ બચાવવા, સુનિલ ગાવાસ્કર

|

Jan 12, 2021 | 8:31 AM

સિડની ટેસ્ટ (Sydney Test) માં ભારતીય ટીમ સામે જીત હાંસલ કરવાની ઓસ્ટ્રેલીયાની મનની મનમાં જ રહી ગઇ હતી. હવે કેપ્ટન ટિમ પેન (Tim Paine) સૌના નિશાના પર લાગી ચુક્યો છે. મેચના અંતિમ દિવસે 407 રનના લક્ષ્ય સામે પણ ભારતે માત્ર 3 જ વિકેટ ગુમાવી ને મેચ ડ્રો કરી હતી.

INDvsAUS: ટિમ પેન પાસે હવે ગણતરીના જ દિવસો બચ્યા છે કેપ્ટન પદ બચાવવા, સુનિલ ગાવાસ્કર
સીરીઝ બાદ ટિમ પેનની કેપ્ટનશીપ છુટી શકે છે !

Follow us on

સિડની ટેસ્ટ (Sydney Test) માં ભારતીય ટીમ સામે જીત હાંસલ કરવાની ઓસ્ટ્રેલીયાની મનની મનમાં જ રહી ગઇ હતી. હવે કેપ્ટન ટિમ પેન (Tim Paine) સૌના નિશાના પર લાગી ચુક્યો છે. મેચના અંતિમ દિવસે 407 રનના લક્ષ્ય સામે પણ ભારતે માત્ર 3 જ વિકેટ ગુમાવી ને મેચ ડ્રો કરી હતી. ભારતીય ખેલાડીઓ પુરો દિવસ આ માટે બેટીંગ કરી અને મેચને ડ્રોમાં ખેંચી લઇ જવાઇ હતી. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયાના કેપ્ટન પેનનુ જ પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યુ હતુ. મેચ દમ્યાન મહત્વના કેચ છોડી દેવા ઉપરાંત ભારતીય બેટ્સમેન અશ્વિન (R Ashwin) ની સામે ખોટા સ્લેજીંગ (Sledging) કરવાને લઇને ટિમ પેનની આલોચના થઇ રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવાસ્ક (Sunil Gavaskar) રનુ તો માનવુ છે કે, આ સીરીઝ બાદ તેની કેપ્ટનશીપ પણ છુટી શકે છે.

મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને 300 થી વધારે રનની જરુર હતી. અને તેમની પાસે માત્ર 8 જ વિકેટ બચી હતી. જેમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હતા. જોકે પંત બેટીંગ માટે આવ્યો હતો અને પીડાના બાદ પણ તેણે 97 રનની ઇનીંગ રમી હતી. જે રમતે જ મેચની દીશા બદલી નાંખી હતી. ત્યાં જ ચેતેશ્વર પુજારાએ એક બાજુ ધૈર્યતા પુર્ણ ઇનીંગ રમી રહ્યો હતો અને તેણે 77 રન બનાવ્યા હતા. અંતમાં હનુમા વિહારી અને અશ્વિન એ ઇજાથી ઝઝુમતા લગભગ 43 ઓવરની રમત રમીને મેચને ડ્રોમાં લઇ ગયા હતા.

સુનિલ ગાવાસ્કરે પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, હવે કેપ્ટન પેન પાસે ગણતરીના જ દિવસો બચ્યા છે. ઇન્ડીયા ટુડે સાથે વાતચીત કરવા દરમ્યાન ગાવાસ્કરે કહ્યુ હતુ કે, મને ખબર નથી, હું ઓસ્ટ્રેલીયાનો પસંદગીકાર નથી, પરંતુ હવે કેપ્ટન પાસે ગણતરીના દિવસ બચ્યા છે. તમે ભારતીય ટીમને વિના વિકેટ હાંસલ કરીને 130 ઓવર સુધી બેટીંગ કરવા દીધી. આ ખૂબ સરસ ઓસ્ટ્રેલીયાઇ બોલીંગ આક્રમણ છે. તમે બોલીંગમાં બદલાવ અને ફિલ્ડરોને યોગ્ય જગ્યાએ ઉભા રાખીને પરિણામ બદલી શકતા હતા. ફક્ત કેપ્ટનશીપ જ નહી પરંતુ વિકેટકીપીંગ પણ યોગ્ય ઉદાહરણ પેશન કરી શક્યા નથી. તેણે દિવસમાં 3 કેચ છોડ્યા. જેમાં 2 પંતના અને જ્યારે એક મેચ ખતમ થવાની નજીકમાં હનુમા વિહારીનો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આટલુ જ નહી પરંતુ જ્યારે વિકેટ હાથ નહી લાગી તો, હતાશામાં તે અશ્વિન સાથે સ્લેજીંગમાં સામેલ થઇ ગયો. અશ્વિન એ પણ તેમને જવાબ વાળ્યો ને તુરત બાદ પેને વિહારીનો કેચ છોડ્યો હતો. ગાવાસ્કરે આ મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, જે કેચ ટિમ પેને છોડ્યા હતા એ એકદમ આસાન હતા. તે કેપ્ટનશીપના બદલે સ્લેજીંગ અને બોલવામાં જ વધારે ધ્યાન આપી રહ્યો હતો. ગાવાસ્કરે કહ્યુ કે, ટિમ પેન પોતાના ફિલ્ડરો અને બોલીંગમાં બદલાવ કરવાને બદલે બેટ્સમેન થી વાત કરવામાં તેને વધારે દિલચસ્પી હતી. સીરીઝ ખતમ થતા જ જો ઓસ્ટ્રેલીયાની કેપ્ટનશીપમાં કોઇ બદલાવ થાય તો મને કોઇ આશ્વર્ય નહી થાય.

ટિમ પેનને વર્શ 2018ના માર્ચ માસમાં ઓસ્ટ્રેલીયાની આગેવાની સોંપવામાં આવી હતી. કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ દરમ્યાન સેંડપેપર ગેટમાં ફસાવાને કારણે તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનર બેટ્સમેન કેમરન બ્રેંકોફ્ટ પર ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ પ્રતિબંધ મુક્યો હતો. ત્યાર બાદ જ ટિમ પેન કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપમાં જ ઓસ્ટ્રેલીયાએ વર્ષ 2018-19માં ભારત સામે ઘરેલુ ટેસ્ટ સીરીઝ પ્રથમ વાર ગુમાવી હતી.

Next Article