INDvsAUS: ટી નટરાજને ટેસ્ટ ડેબ્યુ કરવા સાથે જ રચ્યો ઇતિહાસ, આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી

|

Jan 15, 2021 | 8:21 AM

ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝમાં ખેલાડીઓની ઇજાની સમસ્યા ભોગવી રહેલી ભારતીય ટીમે અંતિમ મેચમાં ચાર બદલાવ કર્યા છે. મયંક અગ્રવાલ અને શાર્દુલ ઠાકુરની વાપસી કરાઇ છે. જ્યારે ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરને ડેબ્યુ કરવાની તક મળી છે.

INDvsAUS: ટી નટરાજને ટેસ્ટ ડેબ્યુ કરવા સાથે જ રચ્યો ઇતિહાસ, આમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી
T Natarajan

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમમાં બે ખેલાડીઓને ઓસ્ટ્રેલીયા સામે બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. વોશિંગ્ટન સુંદર (Washington Sundar) અને ટી નટરાજન (T Natarajan) પ્રવાસમાં ટેસ્ટ ડેબ્યુ કરનારા ભારતીટ ખેલાડી બન્યા છે. જેમાં ઝડપી બોલર ટી નટરાજન માટે આ ડેબ્યુ ઐતિહાસીક રહ્યુ છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેનના ગાબા સ્ટેડીયમ (Gabba Stadium) પર રમાઇ રહી છે.

ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝમાં ખેલાડીઓની ઇજાની સમસ્યા ભોગવી રહેલી ભારતીય ટીમે અંતિમ મેચમાં ચાર બદલાવ કર્યા છે. ઇજાને લઇને અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને જસપ્રિત બુમરાહ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. મયંક અગ્રવાલ અને શાર્દુલ ઠાકુરની વાપસી કરાઇ છે. જ્યારે ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરને ડેબ્યુ કરવાની તક મળી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ભારતીય ઝડપી બોલર ટી નટરાજનને ત્રણેય ફોર્મેટમાં ભારત તરફથી ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. તે ત્રણેયમાંથી એક પણ ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યો નહોતો. અન્ય ખેલાડીઓને ઇજા થવાને લઇને તેને મોકો મળ્યો છે. નટરાજન એક જ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા કોઇમ પણ ભારતીય ખેલાડીને આવો મોકો મળ્યો નથી. આર અશ્વિનને ઇજા પહોંચવાને લઇને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. અશ્વિને તેને ટેસ્ટ કેપ આપી હતી. જ્યારે નટરાજનને તેની ટેસ્ટ કેપ બોલીંગ કોચ ભરત અરુણના હાથે મળી હતી. ભારત તરફથી ટેસ્ટ રમવા વાળા નટરાજન 300 અને સુંદર 301 માં ખેલાડી બન્યા છે.

 

આ પણ વાંચો: મહેસાણા: દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની થશે નિમણુંક, અશોક ચૌધરી બનશે ચેરમેન

Published On - 8:15 am, Fri, 15 January 21

Next Article