INDvsAUS: સિરાજની બોલીંગ ખાસિયત જોઇને સચિન તેંદુલકર થયા આફ્રિન, તેની બોલીંગ વિશે બતાવી ખાસ વાત

|

Jan 17, 2021 | 11:12 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગાબા મેદાન (Gabba Stadium) પર બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલીયાએ પ્રથમ દાવમાં 369 રન કર્યા હતા. જ્યારે ભારત તરફ થી ટી નટરાજન (T Natarajan) , શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) દ્રારા ત્રણ ત્રણ વિકેટ હાંસલ કરાઇ હતી.

INDvsAUS: સિરાજની બોલીંગ ખાસિયત જોઇને સચિન તેંદુલકર થયા આફ્રિન, તેની બોલીંગ વિશે બતાવી ખાસ વાત
Mohammad Siraj

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગાબા મેદાન (Gabba Stadium) પર બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલીયાએ પ્રથમ દાવમાં 369 રન કર્યા હતા. જ્યારે ભારત તરફ થી ટી નટરાજન (T Natarajan) , શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) દ્રારા ત્રણ ત્રણ વિકેટ હાંસલ કરાઇ હતી. જ્યારે મહંમદ સિરાજ (Mohammad Siraj) ને એક જ વિકેટ થી સંતોષ માનવો પડ્યો હતો. તેણે 28 ઓવર ફેંકી હતી અને 77 રન આપ્યા હતા. જોકે તેનો ઇકોનોમી રેટ 2.80 રનનો રહ્યો હતો. સિરાજની ખાસિયતને લઇને સચિન તેંદુલકર (Sachin Tendulkar) તેની પર આફ્રિન થયો છે.

મંહમદ સિરાજની બોલીંગને લઇને પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકર એ ખૂબ જ વખાણ કર્યા છે. સચિન તેંદુલકર દ્રારા પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યુ હતુ કે, જ્યારે મહંમદ સિરાજ બોલીંગ કરી રહ્યો હતો. ત્યારે મેં અનેક લોકોને એ કહેતા સાંભળ્યા કે તે બોલને પીચની તીરાડોમાં નાખી રહ્યો છે. જોકે સિરાજની બોલીંગને લઇને મારી રાય થોડી અલગ છે. તે આઉટ સ્વિંગ બોલીંગ કરતી વેળા, બોલને શાનદાર રીતે રિલીઝ કરી રહ્યો હતો. બોલીંગ દરમ્યાન તેનો સીમ પોઝીશન પ્રથમ અથવા બીજી સ્લીપ તરફ હતો. આ જ નહી જ્યારે તે કટર ફેંકવા ઇચ્છતો હતો ત્યારે, તે બોલના વધારે ચમકતા હિસ્સાને ઓફ સાઇડ રાખતો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સચિને આગળ પણ કહ્યુ કે, તેને જે મુવમેન્ટ મળી રહી હતી, જે પીચની તિરાડોના કારણે નહી પરંતુ પોતાની ખાસિયતથી મળતી હતી. મંહમદ સિરાજે આ ટેસ્ટ મેચમાં તેણે સારી બોલીંગ કરી છે. મેલબોર્ન ટેસ્ટમાં તેણે પાંચ વિકેટ હાંસલ કરી હતી. જ્યારે સિડની ટેસ્ટ મેચમાં તેને બે વિકેટ મળી હતી. જ્યારે ગાબા ટેસ્ટમાં પ્રથમ પારીમાં તેને એક વિકેટ મળી હતી.

Next Article