INDvsAUS: બોલ વાગવાથી ઈજાગ્રસ્ત થયો ઋષભ પંત, હોસ્પિટલ લઈ જવાયો

|

Jan 09, 2021 | 11:10 AM

સિડની ટેસ્ટ (Sydney Test)માં ભારત માટે સમાચાર સારા નથી. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ને બેટિંગ દરમિયાન કોણીમાં ઈજા થઈ હતી,

INDvsAUS: બોલ વાગવાથી ઈજાગ્રસ્ત થયો ઋષભ પંત, હોસ્પિટલ લઈ જવાયો
Rishabh Pant

Follow us on

સિડની ટેસ્ટ (Sydney Test)માં ભારત માટે સમાચાર સારા નથી. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ને બેટિંગ દરમિયાન કોણીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને સ્કેન માટે હોસ્પિટલ (Hospital)માં લઈ જવામાં આવ્યો છે. હવે સાહા (Riddhiman Saha) તેના સ્થાને વિકેટકીપીંગ કરી રહ્યો છે. ઋષભ પંતને આ ઈજા પેટ કમિન્સ (Pat Cummins)ના બોલ પર થઈ હતી. બેટિંગ દરમિયાન કમિન્સનો બોલ તેની ડાબી કોણી પર સીધો વાગ્યો હતો, ત્યારબાદ તે પીડાથી પરેશાન થવા લાગ્યો હતો.

 

પંતને ઈજા થવાને લઈને બાદમાં મેદાનમાં ટીમ ઈન્ડીયાના ફિઝીયોએ આવવુ પડ્યુ હતુ. જો કે તેની ઈજા કેટલી ગંભીર છે કે નહીં તેને લઈને હાલમાં કોઈ જ અધિકારીક નિવેદન સામે આવ્યુ નથી. ઋષભ પંતને સ્કેન માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. સ્કેન રિપોર્ટ આવા પર તેની ઈજાની ગંભીરતા જાણી શકાશે. સાથે જ ત્યારબાદ તેનુ વર્તમાન ટેસ્ટ અને અંતિમ ટેસ્ટમાં રમત અંગે નિર્ણય લઈ શકાશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચો: INDvsAUS: સિડની ટેસ્ટ બાદ બોલ્યો રવિન્દ્ર જાડેજા, ટોપ ઓર્ડરમાં પણ જવાબદારી નિભાવી શકાય છે

Next Article