INDvsAUS: સિડની ટેસ્ટ બાદ બોલ્યો રવિન્દ્ર જાડેજા, ટોપ ઓર્ડરમાં પણ જવાબદારી નિભાવી શકાય છે

|

Jan 09, 2021 | 9:15 AM

ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે સિડની ટેસ્ટ (Sydney Test)માં પ્રથમ દાવની બોલીંગ દરમ્યાન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છવાયેલો રહ્યો હતો. તેણે બોલીંગ અને ફિલ્ડીંગમાં શાનદાર યોગદાન પુરુ પાડ્યુ હતુ.

INDvsAUS: સિડની ટેસ્ટ બાદ બોલ્યો રવિન્દ્ર જાડેજા, ટોપ ઓર્ડરમાં પણ જવાબદારી નિભાવી શકાય છે
Ravindra Jadeja

Follow us on

ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે સિડની ટેસ્ટ (Sydney Test)માં પ્રથમ દાવની બોલીંગ દરમ્યાન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છવાયેલો રહ્યો હતો. તેણે બોલીંગ અને ફિલ્ડીંગમાં શાનદાર યોગદાન પુરુ પાડ્યુ હતુ. જેને લઈને ભારત (India) મેચમાં વાપસી કરી શક્યુ હતુ. તેણે ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ઓસ્ટ્રેલીયા (Australia) 338 રન પર સમેટાઈ ગયુ હતુ. હવે જાડેજાની પાસે બેટીંગથી આશાઓ વર્તાઈ રહી છે. ગત પ્રવાસ દરમ્યાન તેણે સિડનીમાં અર્ધશતક લગાવ્યુ હતુ. ટીમ ઈન્ડીયા (Team India) ઈચ્છશે કે, આ વખતે પણ જાડેજા બેટીંગનો દમ દેખાડે. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર બે વિકેટે 96 રન છે. કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જાડેજા અત્યાર સુધી સાતમાં નંબર પર બેટીંગ કરી રહ્યો છે. પરંતુ તેનુ કહેવુ છે કે ટોપ ઓર્ડરમાં પણ બેટીંગ કરવાથી તેને કોઈ તકલીફ નથી.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સિડનીમાં બીજા દિવસની રમત બાદ જાડેજાએ કહ્યુ હતુ કે, ઉપરના ક્રમે બેટીંગ કરવા દરમ્યાન તે વધારે જવાબદારી પૂર્વક રમે છે. ટોચના ક્રમના બેટ્સમેન સાથેની રમતથી તમે વાતચીતથી આત્મવિશ્વાસ હાંસલ કરી શકો છો કે શું કરવાની જરુર છે અને શું નથી. સાથે જ આપને યોજના બનાવવા અને પારીને સંભાળવા માટે ખૂબ જ સમય મળી જાય છે. શરુઆતમાં જો સારુ સ્ટાર્ટ મળી જાય તો પછી સારા લયમાં રમી શકો છો. જો બેટીંગક્રમમાં ઉપરના ક્રમે રમશે તો એ પણ સારુ છે. પાછળના કેટલાક સમયથી જાડેજા બેટથી પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે. તેણે બીજી ટેસ્ટમાં 57 રનની મહત્વની રમત રમી હતી. આ પહેલા પણ તેણે મર્યાદિત ઓવરોની રમતમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

 

 

જાડેજાનું કહેવુ છે કે તેનું ધ્યાન હંમેશા ઓલરાઉન્ડ પ્રદર્શન પર જ લાગેલુ રહે છે. તેણે વાત કરતા કહ્યુ હતુ કે, પાછળના 12-18 મહિનાથી નહીં, પરંતુ જ્યારથી મેં રમતની શરુ કરી હતી ત્યારથી મારી ભૂમિકા આજ રહી હતી. હું રમતના બંને વિભાગોમાં યોગદાન આપવાનો પ્રયત્ન કરુ છુ. જ્યારે પણ મને તક આપી છે તો મેં તેમાં યોગદાન આપ્યુ છે. હા ભારતની બહાર, મારા બેટીંગ પ્રદર્શન સારુ રહ્યુ છે. હું વધારે તો નથી વિચારી રહ્યો, બસ મળેલા તમામ મોકાનો ફાયદો ઉઠાવવા માંગુ છુ. આ દરમ્યાન પત્રકારોએ જ્યારે તેને પુછ્યુ કે તમે ક્યા સ્થાન પર રમત રમવા માંગશો? ત્યારે સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે મજાકીયા અંદાજમાં કહ્યુ હતુ કે, બતાવો શું મારે પારીની શરુઆત કરવી જોઈ?

 

 

બોલીંગને લઈને પણ જાડેજાએ કહ્યુ હતુ કે, પીચથી કોઈ ટર્ન નહોતો મળી રહ્યો તો તેમણે તેમની યોજના ઝડપમાં બદલાવ અને એંગ્લસમાં બોલીંગ કરવાની બનાવી હતી. તેણે કહ્યુ કે યોજના દબાણ બનાવવાની હતી, કારણ કે આ તેવી વિકેટ નહોતી કે પ્રત્યેક ઓવરમાં મોકો મળી શકે. આ વિકેટ પર તમે એક જ રફતારથી બધા બોલને ફેંકી નહી શકો, કારણ કે અહીં કોઈ ટર્ન નહોતો મળી રહ્યો. તમારે આ બધુ જ ધ્યાને લઈ એંગ્લસ બનાવવા પડે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ભંડારામાં હોસ્પિટલમાં લાગી આગ, 10 બાળકોના દાઝી જવાથી મોત

Next Article