INDvsAUS: માથામાં 14 વખત બોલ વાગ્યા છતાં અડીખમ ઉભો રહ્યો હતો પુજારા
ભારત (India)એ ઓસ્ટ્ર્લીયા (Australia)માં લગાતાર બીજીવાર ટેસ્ટ સિરીજમાં વિજય મેળવ્યો છે. બ્રિસબેન (Brisbane Test) માં યજમાન ઓસ્ટ્રેલીયાની ટીમનો અજેય રહેવાના ઇતિહાસને પલટી 2-1 થી જીત મેળવી હતી.
ભારત (India) એ ઓસ્ટ્ર્લીયા (Australia) માં લગાતાર બીજીવાર ટેસ્ટ સિરીજમાં વિજય મેળવ્યો છે. બ્રિસબેન (Brisbane Test) માં યજમાન ઓસ્ટ્રેલીયાની ટીમનો અજેય રહેવાના ઇતિહાસને પલટી 2-1 થી જીત મેળવી હતી. ભારત એક માત્ર એવો દેશ છે, જે બ્રિસબેનમાં ઓસ્ટ્રેલીયા સામે કોઇ મેચ જીત્યુ હોય. ભારતની બંને વખત ટેસ્ટ સિરીઝ જીતવામાં એક નામ કોમન રહ્યુ છે, તે છે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara). તેણે વર્ષ 2018-19માં સિરીઝ દરમ્યાન સૌથી વધારે રન બનાવ્યા હતા. ભારતને તે વેળા પણ પ્રથમ વાર ઓસ્ટ્રેલીયા પર વિજય મેળવવામાં કામયાબી અપાવી હતી. 2020-21 ના પ્રવાસ દરમ્યાન ચેતેશ્વર પુજારાની ભૂમિકા અલગ જ રહી. તેણે આ વખતે બોલરોને થકવી દેવાનુ કામ કર્યુ હતુંં.
હાલની સિરીઝ દરમ્યાન પુજારા ક્રિઝ પર અડીખમ રહ્યો હતો, તેણે મેચને હારવા, ડ્રો કરવા કે પછી જીતવાથી બેફીકર રહીને એક છેડાને સાચવી રાખવા પર ધ્યાન આપ્યુ હતુંં. આ દરમ્યાન શરીરના અલગ અલગ હિસ્સાઓ પર ઓસ્ટ્રેલીયાના બોલરોના ઝડપી બોલના વાર સહન કર્યા હતા. બ્રિસબેન ટેસ્ટની બીજી ઇનીંગ દરમ્યાન જ 11 વાર વખત બોલ તેના શરીરને આવીને વાગી હતી. બોલ તેના માથા, પાંસળીયો, બાજુઓ, પીઠ, હાથ અને પગ પર આવીને વાગ્યો હતો. પરંતુ આમ છતાં પણ પુજારા ક્રિઝ પર અડીખમ રહ્યા હતા. બીજી ઇનીંગમાં પણ શુભમન ગીલ જ્યારે ઝડપ થી 91 રન બનાવ્યા હતા, ત્યારે પણ પુજારા ક્રિઝ પર એક છેડો પકડી ઉભા હતા. તેણે પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ટના ઝડપી અને બાઉન્સર બોલ ઝીલ્યા હતાં. કાંગારુ ટીમની યોજના હતી કે શોર્ટ પીચ બોલ વડે ભારતીય બેટ્સમેનોને પારખીશુ. પરંતુ જે રીતે પુજારાએ બોલના હુમલાઓને ઝીલ્યા હતા, તેનાથી ઓસ્ટ્રેલીયાના બોલરોની બધી જ હિંમત તુટી ગઇ હતી. તેનુ પરિણામ એ આવ્યુ કે, અંતિમ સેશનમાં ઓસ્ટ્રેલીયાના બોલરો પાસે બોલ ફેંકવા માટે કોઇ દમ બચ્યો નહોતુંં.
ક્રિકવિઝ઼ના આંકડાઓ અનુસાર પુજારાને હેલ્મેટ પર 14 વખત બોલ વાગ્યો હતો, પરંતુ આ ઇજાઓ ઝીલીને અન્ય ભારતીય બેટ્સમેનોની રાહ આસાન કરી હતી. પુજારાએ ચાર ટેસ્ટ દરમ્યાન 928 બોલ રમ્યા હતા. આટલા બોલ બીજો કોઇ બેટસમેન રમ્યો નહોતો. બંને ટીમોને મળાવીને પુજારા સૌથી વધુ બોલ રમ્યો હતો. જેને લઇને હરિફ ટીમ તેની સામે બોલ નાંખી નાંખીને ખભા દુખાડી ચુક્યા હતા. તેણે પેટ કમિન્સની 42 ઓવરોનો સામનો કર્યો હતો. તેણે સિરીઝ દરમ્યાન 271 રન બનાવ્યા હતા, જે સેકન્ડ હાઇએસ્ટ હતા. પુજારાની ધીમી બેટીંગની આલોચના થઇ હતી, પરંતુ પુજારા જ સિડની મેચને ડ્રો કરાવવામા ભૂમિકા ભજવી હતી. જોકે સિરીઝ ખતમ થવા સાથે જ પુજારાની રમત કેટલી મદદગાર નિવડી હતી તે સાફ થઇ ગયુ હતુંં.
આ પણ વાંચો: અમદાવાદમાંથી 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો