INDvsAUS: હવે રવિન્દ્ર જાડેજા પણ સીરીઝની બહાર ! સિડની ટેસ્ટ દરમ્યાન અંગૂઠામાં ઇજા

|

Jan 10, 2021 | 8:23 AM

ભારતીય ટીમ (Indian Team) ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે, જ્યા ખેલાડીઓને સતત ઇજા પહોંચવાની પરેશાનીઓનો સામનો લગાતાર કરી રહી છે. હવે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને અંગૂઠા પર ઇજા પહોંચી છે. જેને લઇને હવે ભારતીય ટીમની હાલત ઓર ખરાબ થવા જેવી થઇ ચુકી છે.

INDvsAUS: હવે રવિન્દ્ર જાડેજા પણ સીરીઝની બહાર ! સિડની ટેસ્ટ દરમ્યાન અંગૂઠામાં ઇજા
રવિન્દ્ર જાડેજા સ્ટાર્કના બોલ પર અંગૂઠા પર ઇજાગ્રસ્ત થયો

Follow us on

ભારતીય ટીમ (Indian Team) ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે, જ્યા ખેલાડીઓને સતત ઇજા પહોંચવાની પરેશાનીઓનો સામનો લગાતાર કરી રહી છે. હવે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને અંગૂઠા પર ઇજા પહોંચી છે. જેને લઇને હવે ભારતીય ટીમની હાલત ઓર ખરાબ થવા જેવી થઇ ચુકી છે. જાડેજાને સિડની ટેસ્ટ (Sydney Test) ના ત્રીજા દિવસે બેટીંગ કરવા દરમ્યાન ઇજા પહોંચી છે. સમાચાર છે કે જાડેજાના અંગૂઠામાં ફ્રેકચર છે. તે કદાચ બ્રિસબેન (Brisbane Test) માં રમાનારી ચોથી ટેસ્ટમાં પણ નહી રમી શકે. સમાચાર એજન્સી PTI ના રિપોર્ટ મુજબ ઓલરાઉન્ડર જાડેજાને સ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં તેના અંગુઠાનુ હાડકુ ડિસલોકેટ થયુ છે એટલે કે તેની જગ્યાએ થી ખસકી ગયુ છે. સાથે જ તેને તેમાં ફ્રેકચર પણ છે.

BCCI ના સુત્રો મુજબ પીટીઆઇના સમાચાર છે કે, ઇજાને લઇને જાડેજા માટે ગ્લોવ્ઝ પહેરવા અને બેટીંગ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે. જાડેજા ઓછામાં ઓછુ ત્રણ થી ચાર સપ્તાહ સુધી રમત થી દુર રહી શકે છે. આમ તે હવે આખરી ટેસ્ટ પણ રમી શકવાની શક્યતા નહિવત છે. જાડેજાએ સિડની ટેસ્ટની પ્રથમ પારીમાં ભારત માટે અણનમ 28 રન બનાવ્યા હતા. જેને ચાલતા હવે ઓસ્ટ્રેલીયાને 100 રન થી ઓછી લીડ મળી શકી હતી. મિશેલ સ્ટાર્કના એક શોર્ટ પીચ બોલ દરમ્યાન જાડેજાને ઇજા પહોંચી હતી.તેને બાદ ફિઝીયોની મદદ પણ લેવી પડી હતી. જોકે ત્યારે તો જાડેજાએ બેટીંગ જારી રાખી હતી.

જાડેજા ફીલ્ડીંગ દરમ્યાન મેદાનમાં પણ પહોંચ્યો હતો પરંતુ બાદમાં તે પરત ફરી ગયો હતો. તેના અંગૂઠા પર સોજાની અસર જણાતી હતી. ફિઝીયોએ આ માટે પટ્ટી પણ બાંધી દીધી હતી. સાથે જ જાડેજા કેટલાક બોલ પણ નાંખીને જોઇ જોયુ હતુ. પરંતુ હાલત યોગ્ય નહી લાગવાને લઇને તેને સ્કેન માટે લઇ જવાયો હતો. BCCI એ પણ બતાવ્યુ હતુ કે તને હાથના અંગૂઠા પર ઇજા પહોંચી હતી. જેને લઇને જ તેને સ્કેન માટે ખસેડાયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝમાં અત્યાર સુધીમાં મહંમદ શામી, ઉમેશ યાદવ અને કેએલ રાહુલને ઇજા પહોંચી ચુકી છે. આ ઉપરાંત ઇશાંત શર્મા પણ પહેલા થી જ ઇજાને લઇને તે સીરીઝમાં રમી શક્યો નથી. કેપ્ટન વિરાટ કોહલી પણ પ્રથમ મેચ બાદ પેટરનિટી લીવ પર છે. આવામાં હવે જાડેજાની ઇજા ટીમ ઇન્ડીયા માટે મોટા ઝટકા રુપ છે. તે આ સિરીઝમાં બોલ અને બેટની સાથે ફિલ્ડીંગમાં પણ કમાલ કરી રહ્યો હતો. સિડની ટેસ્ટમાં ઋષભ પંતને પણ ઇજા પહોંચી હતી, પરંતુ સ્કેન દરમ્યાન તેની ઇજા ગંભીર નહી હોવાની જાણકારી મળી હતી. તેને ફ્રેકચર નથી થયુ, તે રાહતના સમાચાર છે.

Next Article