INDvsAUS: 100મી ટેસ્ટનું સાક્ષી બન્યુ મેલબોર્ન, આવો રહ્યો છે બંને દેશો વચ્ચે ટેસ્ટ ઇતિહાસ

|

Jan 16, 2021 | 2:43 PM

બોર્ડર ગાવાસ્કર (Border-Gavaskar) ટ્રોફીની આજે બીજી ટેસ્ટ (Second Test) મેચ મેલબોર્ન (Melbourne) ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉતરવા સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) એ એક ઉપલબ્ધી હાંસલ કરી હતી. 26 ડિસેમ્બર એટલે કે આજે શનિવાર થી બોક્સિંગ ડે (Boxing Day Test) ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવાની શરુ થઇ છે. આ સાથે જ બંને દેશો વચ્ચે આ […]

INDvsAUS: 100મી ટેસ્ટનું સાક્ષી બન્યુ મેલબોર્ન, આવો રહ્યો છે બંને દેશો વચ્ચે ટેસ્ટ ઇતિહાસ

Follow us on

બોર્ડર ગાવાસ્કર (Border-Gavaskar) ટ્રોફીની આજે બીજી ટેસ્ટ (Second Test) મેચ મેલબોર્ન (Melbourne) ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉતરવા સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) એ એક ઉપલબ્ધી હાંસલ કરી હતી. 26 ડિસેમ્બર એટલે કે આજે શનિવાર થી બોક્સિંગ ડે (Boxing Day Test) ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવાની શરુ થઇ છે. આ સાથે જ બંને દેશો વચ્ચે આ 100 મી ટેસ્ટ રમાઇ રહી છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 99 ટેસ્ટ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 43 મેચ જીતી છે, જ્યારે 28 મેચ ભારત જીતી ચુક્યુ છે. એક ટેસ્ટ મેચ ટાઇ રહી હતી, જ્યારે 27 મેચ ડ્રો રહી છે.

બંને ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટની શરુઆત વર્ષ 1947માં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે થઇ હતી. પાંચ મેચોની તે સીરીઝ 17 ઓક્ટોબર 1947 થી 20 ફેબ્રુઆરી 1948 સુધી ચાલી હતી. પ્રથમ સીરીઝ ને ઓસ્ટ્રેલિયાએ 4-0 થી જીતી લીધી હતી. સ્વતંત્ર ભારતની ટીમ પ્રથમવાર વિદેશ પ્રવાસ પર ગઇ હતી. જેમાં ટીમની કમાન લાલા અમરનાથના હાથમાં હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે મહાન બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેન હતા. જે સીરીઝમાં બ્રેડમેને 715 રન કર્યા હતા. જ્યારે ભારત તરફ થી વિજય હજારેએ સૌથી વધારે 429 બનાવ્યા હતા. બોલીંગની વાત કરવામાં આવે તો રે લિંડવાલે 18 વિકેટ અને લાલા અમરનાથે ભારત માટે 13 વિકેટ ઝડપી હતી.

ત્યાર બાદ 1956-57 માં ઓસ્ટ્રેલિયા પ્રથમ વાર ભારત પ્રવાસે આવ્યુ હતુ, જેમા બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની સીરીઝ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલીયાએ 2-0 થી જીત મેળવી હતી. 1959-60 માં ઓસ્ટ્રેલિયા ટીમ ફરી થી ભારત પ્રવાસે આવી હતી, જેમાં પાંચ મેચોની સીરીઝમાં ભાગ લીધો હતો. જે સીરીઝ ભારતે 2-1 થી પોતાને નામે કરી હતી. આ સીરીઝની ખાસ વાત એ હતી કે, ભારત પહેલી વાર ઓસ્ટ્રેલીયાની સામે ટેસ્ટ સીરીઝ જીત્યુ હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્યાર બાદ કાંગારુ ટીમ 1964-65 માં ફરી એક વાર ભારત પ્રવાસ ખેડતા ત્રણ મેચોની સીરીઝ રમ્યુ હતુ. જે ટેસ્ટ સીરીઝ 1-1 થી ડ્રો રહી હતી. 1979-80માં ભારતે તેમની જ ધરતી પર ટેસ્ટ સીરીઝ 2-0 થી જીતી હતી. જેના કેપ્ટન મહાન ક્રિકેટર સુનિલ ગાવાસ્કર હતા. તેમની ધરતી પર ભારતની આ પ્રથમ ટેસ્ટ સીરીઝની જીત હતી. ત્યાર બાદ 38 વર્ષ પછી 1938માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની ટીમે ઓસ્ટ્રેલીયાને તેની ધરતી પર 2-1 થી હરાવ્યુ હતુ.

વર્ષ 1996-97 થી બંને દેશો વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝનુ નામ બોર્ડર-ગાવાસ્ક ટ્રોફી નામકરણ કરવામાં આવ્યુ હતુ. જે બંને દેશના મહાન ક્રિ્કેટર અને પૂર્વ કેપ્ટનના નામ પર થી નામકરણ કરાયુ હતુ. ભારતના સુનિલ ગાવાસ્કર અને ઓસ્ટ્રેલીયાના એલન બોર્ડર બંને મહાન ક્રિકેટરોના નામે આ ટ્રોફી હાલ પણ રમાઇ રહી છે.

Published On - 10:27 am, Sat, 26 December 20

Next Article