INDvsAUS: જાડેજાના સ્થાને નેટ બોલર તરીકે સાથે રહેલા ઓલરાઉન્ડરને મળી શકે છે ડેબ્યુનો મોકો

|

Jan 13, 2021 | 10:02 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસ માં રહેલી ભારતીય ટીમ હાલમાં ખેલાડીઓની ઇજાને લઇને પરેશાન છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ મેચ પહેલા જ બે અનુભવી ખેલાડીઓ ઇજાને લઇને બહાર થઇ ગયા છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બંને ઇજાને લઇને બહાર થયા છે.

INDvsAUS: જાડેજાના સ્થાને નેટ બોલર તરીકે સાથે રહેલા ઓલરાઉન્ડરને મળી શકે છે ડેબ્યુનો મોકો
નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં ટેસ્ટ સીરીઝમાં રોકી રાખ્યા બાદ ખુલી શકે છે કિસ્મત.

Follow us on

ઓસ્ટ્રેલીયા પ્રવાસ માં રહેલી ભારતીય ટીમ હાલમાં ખેલાડીઓની ઇજાને લઇને પરેશાન છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ મેચ પહેલા જ બે અનુભવી ખેલાડીઓ ઇજાને લઇને બહાર થઇ ગયા છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બંને ઇજાને લઇને બહાર થયા છે. માનવામાં આવી રહ્યુ છે કે, નેટ બોલર તરીકે ટીમ સાથે મોજૂદ વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં મોકો આપવામાં આવી શકે છે.

સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનીંગ દરમ્યાન બેટીંગ કરતા રવિન્દ્ર જાડેજાને ઇજા પહોંચી હતી. તેના અંગૂઠા પર પેટ કમિન્સનો એક ઝડપી બોલ વાગ્યો હતો. સ્કેન કરાવવા પર જાણકારી સામે આવી હતી હતી કે, તેનો અંગૂઠો ડીસલોકેટ થયો છે. હવે તે આખરી ટેસ્ટ જે બ્રિસબેનમાં રમાનારી છે તેમાં રમી નહી શકે. બ્રિસબેન ટેસ્ટમાં તેની જગ્યાએ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ ડેબ્યુ કરવાનો મોકો મળી શકે છે.

બુધવારે બ્રિસબેનના ગાબામાં રમાનારી ટેસ્ટ મેચને લઇને કંઇક નિર્ણય લેવામાં આવી શકે છે સુંદર સ્પિન બોલીંગ સાથે સારી બેટીંગ પણ કરી જાણે છે. તે જાડેજાના વિકલ્પ તરીકે પ્લેયીંગ ઇલેવનમાં સામેલ થઇ શકે છે. આ કારણ થી જ તેના ટેસ્ટ ડેબ્યુને લઇને વાતો ચર્ચાવા લાગી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતીય ટીમ પાસે આ સમયે લગાતાર ખેલાડીઓની ઇજા પહોંચવાના કારણે હવે વિકલ્પ ખૂબ ઓછા બચ્યા છે. મહંમદ શામી, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, હનુમા વિહારી અને રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત છે. બ્રિસબેન ટેસ્ટમાં પ્લેયીંગ ઇલેવનને મજબૂત બનાવવા માટે જાડેજાની જગ્યાએ સુંદરને સામેલ કરવામાં આવી શકે છે. સુંદર ટી20 ટીમનો હિસ્સો હતો, પરંતુ સીરીઝ ખતમ થવા બાદ તેને નેટ બોલીંગ કરવા માટે રોકી લેવામા આવ્યો હતો. હાલમાં તે ભારતીય બેટ્સમેનો માટે નેટ બોલીંગની ભૂમિકા અદા કરી રહ્યો છે. અશ્વિન પણ હાલમાં ઇજા ગ્રસ્ત છે તેના રમવા અંગેનો નિર્ણય પણ ચોથી ટેસ્ટના પહેલા કરવામાં આવી શકે છે. આવામાં સુંદર ને સ્થાન મળવાની શક્યતાઓ પ્રબળ બની ગઇ છે.

Next Article