INDvsAUS: ટેસ્ટ સિરીઝ પર કબજો કરવા ભારતે બ્રિસબેનમાં બદલવો પડશે ઇતિહાસ, જુઓ શુ કહે છે આંકડા

|

Jan 14, 2021 | 11:17 AM

ટીમ ઇન્ડીયા (Team India) ને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝ જીતવા માટે બ્રીસબેન (Brisbane) માં ઇતિહાસ બદલવો પડશે. બ્રિસબેનના મેદાન પર ભારત ક્યારેય ટેસ્ટ મેચ જીતી શક્યુ નથી. બંને દેશોના વચ્ચે બ્રિસબેનમાં 15 જાન્યુઆરી થી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની ચોથી અને નિર્ણાંયક ટેસ્ટ મેચ રમાનારી છે.

INDvsAUS: ટેસ્ટ સિરીઝ પર કબજો કરવા ભારતે બ્રિસબેનમાં બદલવો પડશે ઇતિહાસ, જુઓ શુ કહે છે આંકડા
Team India

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝ જીતવા માટે બ્રીસબેન (Brisbane) માં ઇતિહાસ બદલવો પડશે. બ્રિસબેનના મેદાન પર ભારત ક્યારેય ટેસ્ટ મેચ જીતી શક્યુ નથી. બંને દેશોના વચ્ચે બ્રિસબેનમાં 15 જાન્યુઆરી થી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની ચોથી અને નિર્ણાંયક ટેસ્ટ મેચ રમાનારી છે. ઓસ્ટ્રેલીયાએ એડીલેડ (Adelaide Test) માં પ્રથમ ટેસ્ટ આઠ વિકેટ થી જીતી હતી. જ્યારે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) ભારતે આઠ વિકેટે જીતી હતી. આમ સીરીઝ 1-1 ની બરાબરી પર પહોંચી હતી. ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહેવા પામી હતી. આમ હવે સીરીઝનો નિર્ણય બ્રિસબેનમાં થવા જઇ રહ્યો છે.

જો ભારત બ્રિસબેન ટેસ્ટ જીતી જાય છે અથવા મેચ ડ્રો થાય છે, તો ભારત બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાની પાસે બરકરાર રાખી શકશે. કારણ કે ભારતે 2018-19 માં ઓસ્ટ્રેલીયા સામે પાછળની સીરીઝ 2-1 થી જીતી હતી. બ્રિસબેન નુ મેદાન ઓસ્ટ્રેલીયા માટે અજેય કિલ્લો માનવામાં આવે છે. કારણ કે બ્રિસબેનમાં પાછળના 33 વર્ષમાં ક્યારેયય હારનો સામનો ઓસ્ટ્રેલીયાએ કર્યો નથી. ભારત સામે પણ આ મેદાન પર ક્યારેય ઓસ્ટ્રેલીયાએ હાર મેળવી નથી. ઓસ્ટ્રેલીયા એ બ્રિસબેનમાં પાછળની સાત ટેસ્ટ મેચને લગાતાર જીતી છે. ઓસ્ટ્રેલીયાને છેલ્લે નવેમ્બર 1988 માં હાર મળી હતી. ત્યારે વેસ્ટઇન્ડીઝ એ તેને નવ વિકેટે હાર આપી હતી.

બ્રિસબેનમાં ટેસ્ટ ક્રિકેટની શરુઆત નવેમ્બર-ડિસેમ્બર 1931માં થઇ હતી. ભારતે આ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ નવેમ્બર-ડિસેમ્બર 1947માં રમી હતી. જેાં ઓસ્ટ્રેલીયાએ ઇનીંગ અને 226 રન થી જીત મેળવી હતી. ભારત તેના બાદ 1968માં ટેસ્ટ મેચ 39 રને ગુમાવી હતી. ડિસેમ્બર 1977માં ભારતે બ્રિસબેનમાં 16 રન થી નજદીકી હારન સામનો કર્યો હતો. નવેમ્બર-ડિસેમ્બર 1991માં ઓસ્ટ્રેલીયાએ ભારતને બ્રિસબેનમાં 10 વિકેટ થી હાર આપી હતી. જ્યારે ડિસેમ્બર 2003માં રમાયેલા ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડિસેમ્બર 2014માં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને ચાર વિકેટ થી પરાજય આપ્યો હતો. આ મેદાન પર રમવામાં આવેલી અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાએ પાકિસ્તાનને નવેમ્બર 2019 માં એક ઇનીંગ અને પાંચ રન થી હાર આપી હતી. ભારતે હવે બ્રિસબેનમાં હવે ઇતિહાસને બદલતી રમત દાખવવી જરુરી છે. કારણ કે ભારત શાન થી સીરીઝ પર કબજો જમાવી શકે.

Published On - 9:38 am, Thu, 14 January 21

Next Article