INDvsAUS: ભારતનો પ્રથમ ઇનીંગમાં 244 રનનો સ્કોર, ઓસ્ટ્રેલીયાને 94 રનની લીડ,ગીલ અને પુજારાની ફીફટી

|

Jan 09, 2021 | 6:50 PM

સિડની ટેસ્ટ (Sydney Test) ના ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ (India First Innings) 244 રન પર જ ખતમ થયો હતો. આમ ઓસ્ટ્રેલીયા (Australia) ને પ્રથમ ઇનીંગમાં 94 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ પારીમાં 338 રન બનાન્યા હતા.

INDvsAUS: ભારતનો પ્રથમ ઇનીંગમાં 244 રનનો સ્કોર, ઓસ્ટ્રેલીયાને 94 રનની લીડ,ગીલ અને પુજારાની ફીફટી
India Australia Test

Follow us on

સિડની ટેસ્ટ (Sydney Test) ના ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ (India First Innings) 244 રન પર જ ખતમ થયો હતો. આમ ઓસ્ટ્રેલીયા (Australia) ને પ્રથમ ઇનીંગમાં 94 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલીયાએ પ્રથમ પારીમાં 338 રન બનાન્યા હતા. જ્યારે પ્રથમ સેશનમાં 2 વિકેટ ખોઇને 84 રન બનાવનારી ટીમ ઇન્ડીયા (Team India ) બીજા સેશનમાં 6 વિકેટ 64 રનમાં જ ગુમાવી બેઠુ હતુ. સિડનીની પિચને જોતા ઓસ્ટ્રેલીયાને મળેલી લીડનો સંકેત સારો નથી.

ત્રીજા દિવસના બીજા સેશનની રમતમાં ઓસ્ટ્રેલીયાના એટેક સામે ભારતનો મિડલ ઓર્ડર અને લોએર ઓર્ડર પ્રેશરમાં રહ્યો હતો. આ દબાણની ગડબડીનો ફાયદો ઓસ્ટ્રેલીયાની ટીમે ઉઠાવી લીધો હતો. પ્રથમ ઇનીંગમાં 3 ખેલાડીઓ ભારતના રન આઉટ થતા પેવેલિયન પરત ફર્યા હતા. નિચલા ક્રમમાં રવિન્દ્ર જાડેજાએ કંઇક સારુ કર્યુ હતુ. તેનેો ફાયદો એ રહ્યો કે લીડના આંકડાને ભારત ત્રિપલ આંકડાને નિચુ લાવી શક્યુ હતુ, આમ ઓસ્ટ્રેલીયા ત્રણ આંકડાની લીડ થી દબાણ વધારી શક્યુ હોત એ તેણે નિચે લાવવા સફળ પ્રયાસ કર્યો હતો. જાડેજાએ અંતિમ વિકેટ માટે મહંમદ સિરાજ સાથે 28 રન જોડ્યા હતા. જાડેજાએ 37 બોલમાં 5 ચોગ્ગા સાથે 28 રન જોડી અણનમ રહ્યો હતો.

ભારતની તરફ થી ત્રીજા દિવસની રમત દરમ્યાન પુજારાએ પોતાની ફિફટી ફટકારી હતી. તેણે 176 બોલનો સામનો કર્યો હતો. જોકે આ તેના ટેસ્ટ કેરિયરની સૌથી ધીમી ફીફટી સાબિત થઇ હતી. આ ઉપરાંત ઋષભ પંત પણ એક વખત વધારે ક્રિઝ પર લાંબો સમય ટકી રહેવા છતાં પણ તે કંઇ ખાસ સ્કોર કરી શક્યો નહોતો. તે 34 રન બનાવીને હેઝલવુડના બોલ પર શિકાર થયો હતો. સિડની ટેસ્ટમાં પ્રથમ ઇનીંગમાં ભારતે ત્રણ વિકેટ રન આઉટ દ્રારા ગુમાવી હતી. ભારત માચે રન આઉટ જાણે કે મુશ્કેલી બની ગઇ હતી. મિડલ ઓર્ડરમાં હનુમા વિહારી અને નિચલા ક્રમમાં અશ્વિન અને બુમરાહ પણ રન આઉટ થયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રથમ પારીમાં ભારત તરફ થી પુજારા અને શુભમન ગીલે ફીફટી ફટકારી હતી. જો ઓસ્ટ્રેલીયા તરફ થી પેટ કમિન્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી સિડની ટેસ્ટમાં આજે ત્રીજો દિવસ હતો. અને હજુ રમત ના બે દિવસ બાકી છે. ઓસ્ટ્રેલીયા ને 94 રનની લીડ મળી છે, એટલે કે ટીમ ઇન્ડીયાએ બીજી ઇનીંગમાં સૌથી સારી બોલીંગ કરવી પડશે. સાથે જ ટીમે બેટીંગમાં પણ દમ દેખાડવો પડશે.

Next Article