INDvsAUS: બેટ્સમેનોના બેટ નહી ચાલવાને લઇને ભડક્યો ઓસ્ટ્રેલીયાનો પૂર્વ દિગ્ગજ ખેલાડી

|

Dec 29, 2020 | 11:28 PM

એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં ભારતને હરાવીને વાહ વાહી લુંટી રહેલી ઓસ્ટ્રેલીયા (Australia) ની ટીમ હવે દિગ્ગજોના નિશાના પર આવી ગઇ છે. મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયાને 8 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી હતી. સાથે જ ભારતે સીરીઝમાં વાપસી કરી હતી. સીરીઝમાં હવે ભારત પણ 1-1 ની બરાબરી પર છે. બીજી ટેસ્ટમાં […]

INDvsAUS: બેટ્સમેનોના બેટ નહી ચાલવાને લઇને ભડક્યો ઓસ્ટ્રેલીયાનો પૂર્વ દિગ્ગજ ખેલાડી

Follow us on

એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં ભારતને હરાવીને વાહ વાહી લુંટી રહેલી ઓસ્ટ્રેલીયા (Australia) ની ટીમ હવે દિગ્ગજોના નિશાના પર આવી ગઇ છે. મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયાને 8 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી હતી. સાથે જ ભારતે સીરીઝમાં વાપસી કરી હતી. સીરીઝમાં હવે ભારત પણ 1-1 ની બરાબરી પર છે. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ ઓસ્ટ્રલીયા પર ચારેય દીવસ હાવી રહી હતી.

મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ચોથા દિવસેબીજી સેશનમાં શાનદાર જીત મેળવી હતી. વિરાટ કોહલી (Virat Kohli) અને મહંમદ શામી (Mohammad Shami) જેવા દિગ્ગજો નહી હોવા છતાં પણ ભારતીય ટીમે એડિલેડના ખરાબ પ્રદર્શનને પાછળ છોડ્યુ હતુ. સાથએ જ ઓસ્ટ્રેલીયાને પોતાની અસલી પ્રતિભાનો પરચો આપ્યો હતો.

સીરીઝમાં પ્રથમ મેચ ભલે ઓસ્ટ્રેલીયાએ જીતી હોય. પરંતુ બંને મેચોમાં તેમની બેટીંગ સરેરાશ નબળી નજર આવી હતી. 4 પારીમાં ઓસ્ટ્રેલીયાની ટીમ ફક્ત એક જ વાર 200 ના આંકડે પહોંચી શકી છે. ટીમની આવી કંગાળ બેટીંગ જોઇને પૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગ ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોન્ટીંગે ક્રિકેટ.કોમ.એયુ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયાએ એડિલેડમાં 191 રન કર્યા હતા. મેલોબોર્નમાં 195 અને 200 રન કર્યા હતા. આ ટેસ્ટ ક્રિકેટ ની બેટીંગ નથી. મારી ચિંતા એ છે કે તેમને આ રન બનાવવામાં ખૂબ સમય લાગ્યો હતો. તે મારો મુખ્ય મુદ્દો છે. તેમણે થોડુ સાહસ દેખાડવુ પડશે. તે આઉટ થવા થી ડરી ના શકે.

એ વાત પણ યાદ કરાવી હતી પોન્ટીંગે, પાછળની સીરીઝ પણ આવી જ બેટીંગના કારણે જ હારી જવી પડી હતી. તેમણે કહ્યુ હતુ કે, અહી અને એડિલેડમાં 2.5 ની એવરેજ થી રન બનાવ્યા હતા. તેમણે ભારત સામે છેલ્લી સીરીઝમાં પણ આમ જ કર્યુ હતુ. ત્યારે પણ હાર મળી હતી.

પોન્ટીંગની પરેશાની પણ સ્વાભાવિક જ છે. ઓસ્ટ્રેલીયા તરફ થી બે ટેસ્ટની ચાર પારીઓમાં અત્યાર સુધી માત્ર 2 ફીફટી જ થઇ શકી છે. બંને ફીફટી એડિલેડમાં જ ફટકારી હતી. જ્યારે મેલબોર્નમાં એક પણ ખેલાડી તેમનો 50 ના આંકડે પહોંચી શક્યો નહોતો.

Published On - 11:11 pm, Tue, 29 December 20

Next Article