INDvsAUS: ચેતેશ્વર પુજારાએ 11 જ દિવસમાં ત્રણ વખત બનાવ્યો એક જ રેકોર્ડ, જે રેકોર્ડ કોઇ ખેલાડી નહી ઇચ્છે

આમ તો કોઇપણ ક્રિકેટરને ઝડપી સદી અને અર્ધશતક (Fifty) બનાવવાની ચાહ હોય તે સ્વાભાવિક છે. પરંતુ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara ) ટીમ ઇન્ડીયા (Team India) માટે નવી દિવાલ તરીકે ઉભરી રહ્યો છે. તેણે ધીમી રમત રમવાનુ જાણે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પસંદ વધારે કર્યુ છે.

INDvsAUS: ચેતેશ્વર પુજારાએ 11 જ દિવસમાં ત્રણ વખત બનાવ્યો એક જ રેકોર્ડ, જે રેકોર્ડ કોઇ ખેલાડી નહી ઇચ્છે
Cheteshwar Pujara
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:45 PM

આમ તો કોઇપણ ક્રિકેટરને ઝડપી સદી અને અર્ધશતક (Fifty) બનાવવાની ચાહ હોય તે સ્વાભાવિક છે. પરંતુ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara ) ટીમ ઇન્ડીયા (Team India) માટે નવી દિવાલ તરીકે ઉભરી રહ્યો છે. તેણે ધીમી રમત રમવાનુ જાણે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પસંદ વધારે કર્યુ છે. ટેસ્ટ મેચમાં ધીમી અને મક્કમ રમતનુ પણ એક ખાસ મહત્વ પણ જોકે હોય છે. પુજારાએ પણ જોકે ધીમી રમત રમવાનુ જ ટેસ્ટ સીરીઝ દરમ્યાન પસંદ કર્યુ છે. ભારત ઓસ્ટ્રેલીયા સીરીઝ (India Australia Series) માં તેની રમતના આંકડા જોઇએ તો તેની ધીમી રમત પણ સમજાઇ જશે.

ચેતેશ્વર પુજારા બ્રિસબેન ટેસ્ટની બીજી ઇનીંગમાં પોતાની ટેસ્ટ કેરીયરનો એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ રેકોર્ડ સૌથી ધીમી ઇનીંગનો રચ્યો છે. પુજારાએ 196 બોલમાં પોતાની 50 ફીફટી પુરી કરી છે. આ તેના કેરીયરનુ સૌથી ધીમુ અર્ધશતક છે. નવાઇની વાત તો એ છે કે, તેમે 11 દિવસ પહેલા જ સિડની ટેસ્ટમાં પોતાના ટેસ્ટ કેરિયરનુ સૌથી ધીમુ અર્ધશતક લગાવ્યુ હતુ. ત્યારે એણે પોતાની પ્રથમ ઇનીંગ દરમ્યાન 170 બોલમાં ફીફટી નોંધાવી હતી. જ્યારે બીજી ઇનીંગમાં 174 બોલમાં અર્ધશતક લગાવ્યુ હતુ. આમ પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલીયા સામે વર્તમાન સીરીઝમાં 271 રન બનાવ્યા હતા. તેણે એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં 43 રન બનાવ્યા હતા. બીજી ઇનીંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. મેલબોર્ન ટેસ્ટમાં પુજારા પુર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ઇનીંગમાં 17 રન અને બીજી ઇનીંગમાં 3 રન જ કર્યા હતા. ત્યારબાદ સિડનીમાં તેને બેટ ખૂબ ખુલ્યુ હતુ. પ્રથમ દાવમાં તેણે 50 અને બીજા દાવમાં લગાતાર બીજુ અર્ધશતક લગાવતા 77 રન બનાવ્યા હતા. બ્રિસબેન ટેસ્ટમાં તેણે પ્રથમ ઇનીંગ 25 અને બીજી ઇનીંગ 56 રનની રમી હતી, જે માટે તે 211 બોલ રમ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">