INDvsAUS: રોહિત શર્માના બેજવાબદાર શોટ રમવાને લઇને બોલર નાથન લિયોને કહી મોટી વાત, જાણો શુ કહ્યુ રોહિત વિશે

|

Jan 17, 2021 | 7:41 AM

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) સારી બેટીંગ કરી રહ્યો હતો. આ દરમ્યાન જ તે એક ખરાબ શોટ રમીને નાથન લિયોન (Nathan Lyon) ના બોલ પર આઉટ થઇ ગયો હતો. તે સમયે તે પોતાના અર્ધ શતક થી 6 રન દૂર હતો.

INDvsAUS: રોહિત શર્માના બેજવાબદાર શોટ રમવાને લઇને બોલર નાથન લિયોને કહી મોટી વાત, જાણો શુ કહ્યુ રોહિત વિશે
રોહિત શર્મા ખરાબ શોટ રમીને નાથન લિયોનના બોલ પર આઉટ

Follow us on

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) સારી બેટીંગ કરી રહ્યો હતો. આ દરમ્યાન જ તે એક ખરાબ શોટ રમીને નાથન લિયોન (Nathan Lyon) ના બોલ પર આઉટ થઇ ગયો હતો. તે સમયે તે પોતાના અર્ધ શતક થી 6 રન દૂર હતો. રોહિત શર્માના આ પ્રકારે આઉટ થવાને લઇને ક્રિકેટ ફેન્સ (Cricket Fans) અને એક્સપર્ટ (Cricket Expert) તમામે એક જ સૂરમાં તેની આલોચના કરી હતી. જોકે નાથન લિયોનનુ માનવુ છે કે, તેણે ભારતીય બેટ્સમેનને બેસ્ટ બોલ ફેંક્યો હતો.

નાથન લિયોનના જે બોલ પર રોહિત શર્મા આઉટ થયા હતો અને તે બોલ પર જે પ્રકારે શોટ સિલેકશન કર્યુ હતુ તેનાથી આલોચના થઇ હતી. સોશિયલ મિડીયા ઉપરાંત પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે પણ તેના બેજવાબદાર શોટને લઇને ખૂબ કહી નાંખ્યુ હતુ. આ બધી જ વાતો વચ્ચે સ્પિનર નાથન લિયોન એ રોહિત શર્માને વર્લ્ડ ક્લાસ બેટ્સમેન ગણાવ્યો હતો. સાથે જ કહ્યુ હતુ કે, તેણે રોહિત શામે પોતાનો સૌથી શ્રેષ્ઠ બોલ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. લિયોને કહ્યુ હતુ કે, રોહિત એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે અને મે તેને પોતાનો શ્રેષ્ઠ બોલ ફેંકવા પ્રયત્ન કર્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં નાથન લિયોન એ રોહિત શર્માને છ્ઠીવાર આઉટ કર્યો હતો. તો વળી બ્રિસબેન ટેસ્ટ મેચના બીજા દરમ્યાન વરસાદે રમતમાં ખલેલ પહોંચાડી હતી, મેચ પુરી રમાઇ શકી નહોતી. વરસાદથી પહેલા સુધી ભારતે બે વિકેટના નુકશાન પર 62 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્મા 44 રન તો શુભમન ગીલ 7 રન બનાવીને આઉટ થયા હતા. પોતાની 100 મી ટેસ્ટ મેચ રમી રહેલા નાથન લિયોનએ પિચ વિશે કહ્યુ હતુ કે, જેમ જેમ મેચ આગળ વધશે પિચથી સ્પિનરોને મદદ મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાથે જ લિયોને એ પણ કહ્યુ હતુ કે, પિચ ત્રીજા દિવસની રમત જેવી લાગી રહી હતી. ઓફ સ્ટંમ્પની બહાર ખૂબ ક્રેક હતી અને હું ત્યાં જ બોલ ફેંકવા માટે કોશિષ કરી રહ્યો હતો. ઋષભ પંત વિશે લિયોન એ કહ્યુ હતુ કે, હંમેશા મારા બોલ પર સ્મેશ કરવાનો પ્રયાસ કરે છે અને હવે હુ તેને બોલીંગ કરવા માટે બેતાબ છુ. મારા અને ઋષભ પંત વચ્ચે શાનદાર પ્રતિદ્ધંદતા જોવા મળે છે.

 

આ પણ વાંચો: દેશભરમાં PM MODIની લોકપ્રિયતા યથાવત, રાહુલ ગાંધી PMની લોકપ્રિયતામાં અડધે પણ ન પહોંચી શક્યાં

Next Article