INDvsAUS: ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝ પહેલા કયા સ્પિનરે કહ્યું કે તે 500 વિકેટ ઝડપવા માગે છે

|

Nov 20, 2020 | 7:41 AM

ઓસ્ટ્રેલીયાના મુખ્ય સ્પિનર નાથન લોયનમાં 500 થી વધુ વિકેટ હાંસલ કરવાનો જોશ ફરી થી જાગી ઉઠ્યો છે. લોયન 100 ટેસ્ટ રમવા થી માત્ર 100 મેચ દુર છે અને તે અત્યાર સુધીમાં 390 વિકેટ પોતાના નામે કર્યા છે. જે કોઇ પણ ઓસ્ટ્રેલીયાના ઓફ સ્પિનરની સૌથી વધુ વિકેટ છે. તેણે સિરીઝને લાઇવ પ્રસારણકર્તા ચેનલ ફોક્સ સ્પોર્ટસને વાત કરતા કહ્યુ […]

INDvsAUS: ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝ પહેલા કયા સ્પિનરે કહ્યું કે તે 500 વિકેટ ઝડપવા માગે છે

Follow us on

ઓસ્ટ્રેલીયાના મુખ્ય સ્પિનર નાથન લોયનમાં 500 થી વધુ વિકેટ હાંસલ કરવાનો જોશ ફરી થી જાગી ઉઠ્યો છે. લોયન 100 ટેસ્ટ રમવા થી માત્ર 100 મેચ દુર છે અને તે અત્યાર સુધીમાં 390 વિકેટ પોતાના નામે કર્યા છે. જે કોઇ પણ ઓસ્ટ્રેલીયાના ઓફ સ્પિનરની સૌથી વધુ વિકેટ છે.

તેણે સિરીઝને લાઇવ પ્રસારણકર્તા ચેનલ ફોક્સ સ્પોર્ટસને વાત કરતા કહ્યુ હતુ કે, મને હજુ પણ લાગી રહ્યુ છે કે હું સારુ કરી રહ્યો છુ. હજુ પણ લાગી રહ્યુ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા માટે ખુબ યોગદાન આપી શકુ છુ. નિશ્વીત રુપ થી 500 અને તેના થી વધુ વિકેટો પર નજર રાખી રહ્યો છુ. લોયન ઓસ્ટ્રેલીયાઇ ક્રિકેટ ઇતિહાસમાં 100 ટેસ્ટ સુધી પહોંચવા વાળો દશમો ખેલાડી છે. આવામાં આગળના વર્ષની શરુઆતમાં બ્રિસબેનમાં ભારત સામે ચોથી અને અંતિમ ટેસ્ટ હશે. આ અનુભવી સ્પિનરે પોતાની અંતિમ ટેસ્ટ ચાલુ વર્ષની શરુઆત જાન્યુઆરીમાં રમ્યો હતો. આ પછી કોવિડ-19થી પુરી દુનિયામાં ક્રિકેટ બંધ થઇ ગઇ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેણે એમ પણ કહ્યુ હતુ કે બ્રેક દ્રારા તેને સારુ કરવાની ભુખને વધારી દિધી છે. આ અંગે કહ્યુ હતુ કે, કદાચ બ્રેકે જ મારી રમતના પ્રત્યે લગાવ ને વધારી દીધો છે. જે રમત થી હું પ્યાર કરુ છુ અને જેને હું રમી શક્યો નથી. આ જોઇને મેદાનમાં જવુ અને સારા પ્રદર્શનની મારી ભુખ વધી ગઇ છે. મે સૌથી વધુ  ટેસ્ટ ક્રિકેટમાં દબાણ સાથે રમવાને મીસ કર્યો હતુ. તે ઝુનુની ખુબ યાદ આવી હતી.

લોયન એ શેફિલ્ડ શીલ્ડમાં આ સિઝનમાં ત્રણ મેચ અને નવ વિકેટ ઝડપી હતી. ભારત સામે ની ટેસ્ટ સિરીઝમાં તે ઓસ્ટ્રેલીયાના મુખ્ય બોલરો પૈકીના એક હશે. સ્પિન બોલીંગની આગેવાનીની જવાબદારી પુરી રીતે તેની પર જ રહેશે.

ભારતના પાછળના પ્રવાસ દરમ્યાન પણ તેણે સારી રમત દર્શાવી હતી. તે જસપ્રિત બુમરાહ સાથે 21 વિકેટ ઝડપનારો બોલર હતો. ભારત સામે તેણે અત્યાર સુધીમાં 18 ટેસ્ટ રમી છે અને 85 વિકેટ ઝડપી છે. 50 રન આપીને આઠ વિકેટ તેનુુ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article