INDvsAUS: ટેસ્ટ શ્રેણી જીતતા, ધોની સાથે થવા લાગી છે અજીંક્ય રહાણેની તુલના

|

Jan 20, 2021 | 11:05 AM

ઓસ્ટ્રેલિયા (Australia) સામેની અંતિમ ત્રણ ટેસ્ટના કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ જીત સાથે જ ઓસ્ટ્રેલીયામાં ઇતિહાસ રચી દીઘો છે. ઓસ્ટ્રેલીયાને બ્રિસબેન (Brisbane Test) માં પાંચમાં દિવસે ત્રણ વિકેટે હરાવી દીધુ હતુ. ભારતે ગાબા મેદાન પર પ્રથમ વાર જ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે.

INDvsAUS: ટેસ્ટ શ્રેણી જીતતા, ધોની સાથે થવા લાગી છે અજીંક્ય રહાણેની તુલના
MS Dhoni-Ajinkya Rahane

Follow us on

ઓસ્ટ્રેલિયા (Australia) સામેની અંતિમ ત્રણ ટેસ્ટના કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ જીત સાથે જ ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચી દીઘો છે. ઓસ્ટ્રેલીયાને બ્રિસબેન (Brisbane Test) માં પાંચમાં દિવસે ત્રણ વિકેટે હરાવી દીધુ હતુ. ભારતે ગાબા મેદાન પર પ્રથમ વાર જ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ટેસ્ટ મેચના કેપ્ટન તરીકે કેપ્ટન રહાણેનો રેકોર્ડ અત્યાર સુધી ખૂબ જ જબરદસ્ત રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ચાર ટેસ્ટ મેચ જીતી છે. ભારતને ઐતિહાસિક સિરીઝ જીતાડવા સાથે સોશિયલ મિડીયા પર રહાણેની તુલના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે થવા લાગી છે.

આમ એટલા માટે થવા લાગ્યુ છે કે, ઐતિહાસિક જીત છતા પણ રહાણે ડ્રેસિંગરુમમાં પૂર્વ કેપ્ટન ધોનીની માફક એકદમ શાંત નજરે ચડ્યો હતો. તેના ચહેરા પર ખુશીના હાવભાવ વધારે નજરે આવી શક્યા નહોતા. ધોનીને પણ તેના શાંત સ્વભાવને લઇને જ ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખવામાં આવતો હતો. આ ઉપરાંત એક કારણ એ પણ છે કે, ઓસ્ટ્રેલીયાને ટેસ્ટ સિરીઝમાં પછાડવાનુ એ કામ કર્યુ કે તે ધોની પણ નથી કરી શક્યો. રહાણેએ તેની કેપ્ટનશીપ તરીકેની ભૂમિકા દરમ્યાનની એક પણ મેચ હાર્યો નથી, એક મેચ ડ્રો નિવડી છે. જ્યારે ચાર ટેસ્ટ મેચમાં તે જીત મેળવી ચુક્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારતને બ્રિસબેનમાં જીતવા માટે 328 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ભારતે સવારના સેશનમાં વિના કોઇ વિકેટ ગુમાવીને 4 રના સ્કોરથી ઇનીંગને આગળ વધારી ત્યારે આ આશાઓ એટલી નહોતી. કારણ કે ચોથી ઇનીંગ માટે આ લક્ષ્ય મુશ્કેલ હતુ અને તેનો ઇતિહાસ પણ ગાબાના આંકડા દર્શાવતા હતા. ભારતીય બેટ્સમેનોએ તે કરિશ્મા કરી દેખાડ્યો કે જેનો કરોડો દેશવાસીઓને ઇંતઝાર હતો. ભારતે 97 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 329 રન બનાવી ઐતિહાસિક જીત મેળવી હતી. ઋષભ પંતને તેની 89 રનની મેચ વિનીંગ ઇનીંગ રમવાને લઇને મેન ઓફ ધ મેચ એવોર્ડ થી નવાજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર પેટ કમિન્સ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ વિજેતા બન્યો હતો.

Next Article