INDvAUS: સ્મિથની ફરી ઝડપી શતક, વોર્નર, ફીંચ, મેક્સવેલ અને લાબુશનના અર્ધશતક, ભારત સામે 390 રનનો જંગી લક્ષ્યાંક

|

Nov 29, 2020 | 1:26 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની બીજી મેચ આજે સિડની ના ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરુઆત કરતા ઓસ્ટ્રેલીયાએ મજબૂત સ્કોર ભારત સામે રાખ્યો હતો. સ્ટીવ સ્મિથે સતત બીજી મેચમાં શતક લગાવ્યુ હતુ. જ્યારે વોર્નરે અર્ધ શતક લગાવ્યુ હતુ. […]

INDvAUS: સ્મિથની ફરી ઝડપી શતક, વોર્નર, ફીંચ, મેક્સવેલ અને લાબુશનના અર્ધશતક, ભારત સામે 390 રનનો જંગી લક્ષ્યાંક

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચની સીરીઝની બીજી મેચ આજે સિડની ના ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરુઆત કરતા ઓસ્ટ્રેલીયાએ મજબૂત સ્કોર ભારત સામે રાખ્યો હતો. સ્ટીવ સ્મિથે સતત બીજી મેચમાં શતક લગાવ્યુ હતુ. જ્યારે વોર્નરે અર્ધ શતક લગાવ્યુ હતુ. ઓસ્ટ્રેલીયાએ 50 ઓવરના અંતે 389 રનનો જંગી સ્કોર ખડક્યો હતો.

ઓસ્ટ્રેલીયાની બેટીંગ ઇનીંગ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફીંચ અને ડેવિડ વોર્નર ફરી એક વાર સારી શરુઆત અપાવવામાં સફળ રહ્યા હતા. બંને એ પાવર પ્લેમાં 59 રન કર્યા હતા. વોર્નરે કેરીયરનુ 23મું શતક લગાવ્યુ હતુ, તે 83 રન કરીને રન આઉટ થયા હતા. જ્યારે આરોન ફીંચે પણ ફીફટી લગાવી હતી. 60 રનના સ્કોર પર તે શામીના બોલ પર કેચ આઉટ થયા હતા. સ્મિથે ફરીએક વાર ધમાકેદાર બેટીંગકરી હતી. તેણે 64 બોલમાં 104 રન કર્યા હતા. તેને હાર્દિકે પોતાનો શિકાર કર્યો હતો. માર્નસ લાબુશને 61 બોલમાં 70 રન કર્યા હતા. ગ્લેન મેક્સવેલે ફરી એકવાર જબરદસ્ત બેટીંગ કરી ને ઝડપી ફીફટી ફટકારી હતી. તેમે અણનમ 63 રન 29 બોલમાં કર્યા હતા. જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા લગાવ્યા હતા.

ભારતની બોલીંગ ઇનીંગ.

ભારતીય બોલરો અગાઉની મેચની માફક જ આજે પણ દયનીય સ્થિતીમાં હતા. ફરી એકવાર ઓસ્ટ્રેલીયાના બેટસમેનો હાવી રહ્યા હતા ભારતીય બોલરો પર. જસપ્રિત બુમરાહ, નવદીપ સૈની અને હાર્દીક પંડ્યા બંને એક એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાની બોલીંગ આજે કરકસર ભરી રહી હતી. તેને આજે પણ વિકેટ મળી શકી નહોતી, જોકે તે સૌથી સારી ઇકોનોમી જાળવી શક્યો હતો. બુમરાહે 10 ઓવરમાં 79 રન, નવદિપ 7 ઓવરમાં 70 અને યુઝવેન્દ્ર ચહલ 9 ઓવરમાં 71 રન ગુમાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article