INDvAUS: વન ડે સીરીઝ ગુમાવાને લઇને ઇરફાન પઠાણે ભારતીય બોલરો પર ઉઠાવ્યા સવાલ

|

Dec 01, 2020 | 8:30 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ટીમ ઇન્ડિયાના બોલીંગ આક્રમણને લઇને ખૂબ સારી ચર્ચાઓ થઇ રહી હતી. ક્રિકેટ સમિક્ષકોનુ પણ કહેવુ હતુ કે જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી નુ પેસ એટેક ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો માટે મોટો પડકાર ઉભો થશે. જોકે અત્યાર સુધી ભારતીય બોલીંગ યજમાન ટીમના ટોચના બેટ્સમેન ડેવિડ વોર્નર, આરોન ફીંચ અને સ્ટીવ સ્મિથને રોકવામાં […]

INDvAUS: વન ડે સીરીઝ ગુમાવાને લઇને ઇરફાન પઠાણે ભારતીય બોલરો પર ઉઠાવ્યા સવાલ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ટીમ ઇન્ડિયાના બોલીંગ આક્રમણને લઇને ખૂબ સારી ચર્ચાઓ થઇ રહી હતી. ક્રિકેટ સમિક્ષકોનુ પણ કહેવુ હતુ કે જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી નુ પેસ એટેક ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો માટે મોટો પડકાર ઉભો થશે. જોકે અત્યાર સુધી ભારતીય બોલીંગ યજમાન ટીમના ટોચના બેટ્સમેન ડેવિડ વોર્નર, આરોન ફીંચ અને સ્ટીવ સ્મિથને રોકવામાં પુરી રીતે અસફળ રહ્યુ છે. આ બેટ્સમેનો એ વન ડે સીરીઝની બંને મેચોમાં સતત મોટી ઇનીંગો રમી દર્શાવી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બુમરાહ અને શામી ઉપરાંત ઝડપી બોલર નવદિપ સૈની પણ ઓસ્ટ્રેલીયાની સામે નવ ડે સીરીઝમાં હવે કંઇક ખાસ નથી કરી શક્યા. સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા પણ અસરકારક નથી રહ્યા. પૂર્વ ભારતીય ઝડપી બોલર ઇરફાન પઠાણે પણ હવે ભારતીય બોલરોના પ્રદર્શનમાં નિરંતરતાના અભાવને હારનુ કારણ બતાવ્યુ છે.

પઠાણે ટ્વીટ કરી ને કહ્યુ છે કે, આપણાં બોલરોની ગુણવત્તા પર કોઇ જ શક નથી. પરંતુ નિરંતરતા નથી. વાત ઓસ્ટ્રેલીયામાં યોગ્ય લેન્થ શોધવાની છે, તે પણ જલ્દી થી પરંતુ તેવુ થઇ શક્યુ નથી. ભારતીય ક્રિકેટ ટીમ સિડનીમાં રમાયેલ પ્રથમ બે વન ડે મેચ હારીને વન ડે સીરીઝને 0-2 થી ગુમાવી દીધી છે. હવે સીરીઝનુ આખરી મેચ બીજી ડિસેમ્બરે કૈનબરોમાં રમાનારી છે. જ્યાં ટીમ ઇન્ડિયા ક્લીન સ્વિપથી બચવા ના ઇરાદા થી રમશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article