INDL vs SLL: ઈન્ડીયા લીજેન્ડે રોડ સેફટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં 14 રને જીત મેળવી, યુવરાજ અને યુસુફની તોફાની બેટીંગ

|

Mar 23, 2021 | 11:30 AM

શ્રીલંકા લીજેન્ડ અને ઈન્ડીયા લીજેન્ડ (India Legends vs Sri Lanka Legends) વચ્ચે રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની ફાઈનલ મેચ રાયપુર (Raipur) ખાતે રમાઈ હતી.

INDL vs SLL: ઈન્ડીયા લીજેન્ડે રોડ સેફટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં 14 રને જીત મેળવી, યુવરાજ અને યુસુફની તોફાની બેટીંગ
India legend

Follow us on

શ્રીલંકા લીજેન્ડ અને ઈન્ડીયા લીજેન્ડ (India Legends vs Sri Lanka Legends) વચ્ચે રોડ સેફટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની ફાઈનલ મેચ રાયપુર (Raipur) ખાતે રમાઈ હતી. શ્રીલંકા લીજેન્ડે ટોસ જીતીને ઈન્ડીયા લીજેન્ડ ટીમને બેટીંગ માટે મેદાનમાં આમંત્રણ આપ્યુ હતુ. ઈન્ડીયન ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહ (Yuvraj Singh) અને યુસુફ પઠાણે (Yusuf Pathan) શાનદાર અર્ધશતક લગાવી હતી. ફાઈનલ મેચને ઈન્ડીયા લીજેન્ડ ટીમે 14 રને જીતી લઈ સિરીઝની ટ્રોફી મેળવી હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટીમ ઈન્ડીયા લીજેન્ડ તરફથી સહેવાગ અને કેપ્ટન સચિન તેંડુલકરે મેચની શરુઆત કરી હતી. સહેવાગે 12 બોલમાં 10 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. સચિને 30 રનની ઈનીંગ 5 ચોગ્ગા સાથે 23 બોલમાં રમી હતી. બદ્રીનાથ 7 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. યુવરાજ સિંહ અને યુસુફ પઠાણે ટીમની સ્થિતીને સંભાળતી રમત રમી હતી. યુવીએ 41 બોલમાં 60 રનની રમત 4 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે રમી હતી. યુસુફ પઠાણે 36 બોલમાં 62 રનની ઈનીંગ રમી હતી. પઠાણે 5 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. ઈરફાન પઠાણે એક છગ્ગા સાથે 8 રન કર્યા હતા. યુસુફ અને ઈરફાન બંને અણનમ રહ્યા હતા.

 

જવાબમાં શ્રીલંકા લીજેન્ડે લક્ષ્યાંકનો પીછો કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન કર્યા હતા. ઓપનર દિલશાને 21 અને જયસુર્યાએ 35 બોલમાં 43 રનની રમત રમી હતી. ચમારા સિલ્વા 4 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તારંગા પણ 13 રન કરીને આઉટ થયો હતો. ચિન્તાકા જયસિંઘે 30 બોલમાં 40 રન કર્યા હતા. જ્યારે કૌશલ્ય વિરરત્ને 15 બોલમાં 38 રન કરીને મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી.

 

ભારત વતીથી યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે મનપ્રિત ગોની અને મુનાફ પટેલે એક એક વિકેટ મેળવી હતી. આમ એકંદરે બોલીંગ અને બેટીંગ બંને રીતે સારો દેખાવ ઈન્ડીયા લીજેન્ડ ટીમે કર્યો હતો. યુસુફ પઠાણને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: IPL 2021 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ જમાવ્યો રંગ, ફટકારી 114 મીટરની સિક્સ, જુઓ VIDEO

Published On - 11:54 pm, Sun, 21 March 21

Next Article