AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવી ઇતિહાસ રચ્યો,46 વર્ષથી આ વાતની રાહ જોવાતી હતી

જે 46 વર્ષ સુધી ન બન્યું. હરમનપ્રીત કૌરની ટીમે તે કર્યું. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ભારતે જીતી છે. અત્યાર સુધી રમાયેલી 12 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવી ઇતિહાસ રચ્યો,46 વર્ષથી આ વાતની રાહ જોવાતી હતી
| Updated on: Dec 24, 2023 | 1:40 PM
Share

વાત આવે ક્રિકેટની તો ભારતીય મહિલા ટીમ પણ પુરુષ ક્રિકેટ ટીમ કરતા કાંઈ ઓછી નથી, 24 ડિસેમ્બર 2023ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ટેસ્ટ ક્રિકેટમાં હાર આપી છે. 46 વર્ષથી ભારતીય ક્રિકેટ આ વાતની રાહ જોઈ રહ્યું હતુ. પુરુષ ટીમતો આ કામ કરવામાં સફળ રહી હતી પરંતુ આ પહેલી વખત છે જ્યારે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની જીત થઈ છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ 8 વિકેટે જીતી લીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે આ ઐતિહાસિક સફળતા મેળવી છે.

46 વર્ષમાં માત્ર 11 ટેસ્ટ મેચ બંન્ને ટીમ વચ્ચે રમાઈ

તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષ 1977થી જ ટેસ્ટ ક્રિકેટ રમવાની શરુ થઈ હતી. બંન્ને દેશો વચ્ચે ટેસ્ટ મેચ વધુ સંખ્યામાં રમાય નથી. 1977થી એટલે કે, 46 વર્ષમાં માત્ર 12 ટેસ્ટ મેચ બંન્ને ટીમ વચ્ચે રમાઈ છે. જેમાં ભારતે હવે જીત મેળવી છે. આ પહેલા રમાયેલી 11 ટેસ્ટ મેચમાં 4 ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે જીતી હતી જ્યારે 6 મેચ ડ્રો રહી હતી.તેમાંથી એકમાં ભારતે જીત મેળવી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સરળતાથી 75 રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો

મુંબઈ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિગ્સ 261 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્રીજા દિવસે સ્કોર 28 રન જ કરી શકી હતી અને 5 વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય મહિલા ટીમને જીત માટે 75 રનનો લક્ષ્ય મળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટે આ ઐતિહાસિક જીત 2 વિકેટ ગુમાવી મેળવી લીધી છે. પહેલી ઈનિગ્સમાં 74 રનમાં આઉટ થનારી સ્મૃતિ માંધના બીજી ઈનિગ્સમાં 38 રન બનાવી અણનમ રહી હતી. તેમણે ટીમને જીત અપવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો : નવું રેસલિંગ એસોસિએશન રદ્દ, WFI પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">