Tokyo Olympic 2020માં ધમાલ મચાવનાર હોકી ટીમના કોચને ન મળ્યો પગાર, SAIએ જણાવ્યું આ કારણ

|

Nov 04, 2021 | 10:05 AM

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક-2020માં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ચોથા સ્થાને રહી હતી. ઓલિમ્પિક ગેમ્સમાં આ ટીમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

Tokyo Olympic 2020માં ધમાલ મચાવનાર હોકી ટીમના કોચને ન મળ્યો પગાર, SAIએ જણાવ્યું આ કારણ
શુઆર્ડ મારિન ભારતીય મહિલા હોકી ટીમના કોચ રહી ચૂક્યા છે.

Follow us on

Tokyo Olympic 2020 : ટોક્યો ઓલિમ્પિક-2020 (Tokyo Olympics-2020) ભારતીય હોકી માટે શાનદાર રહ્યું. મેન્સ ટીમે ચાર દાયકાના દુષ્કાળને સમાપ્ત કરીને મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમે જોરદાર રમત બતાવી હતી. જો કે ટીમ મેડલ જીતી શકી ન હતી, પરંતુ તેણે જે રીતે પ્રદર્શન કર્યું તેણે બધાના દિલ જીતી લીધા. ટીમને આ ઐતિહાસિક પ્રદર્શન સુધી લઈ જવામાં કોચ (Sjoerd Marine) મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓલિમ્પિકને ત્રણ મહિના થઈ ગયા છે, પરંતુ એક અહેવાલ મુજબ કોચ પોતાના પગારની છેલ્લા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

(Sjoerd Marine) હેઠળ ટીમ ચોથા સ્થાને રહી હતી, જ્યારે આ તેની ત્રીજી ઓલિમ્પિક હતી. રિયો ઓલિમ્પિક-2016માં ટીમ 36 વર્ષ બાદ ક્વોલિફાય થઈ હતી પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. ટોક્યોમાં શાનદાર પ્રદર્શન બાદ કોચિંગ સ્ટાફને રોકડ ઈનામો અને પ્રોત્સાહનનું વચન આપવામાં આવ્યું હતું. મારિનનો કાર્યકાળ ઓલિમ્પિક બાદ સમાપ્ત થયો. ત્યારબાદ તે પોતાના ઘરે પરત ફર્યો હતો. તેણે એક સમાચારપત્રને જણાવ્યું કે, તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) તરફથી તેમનો અંતિમ પગાર તેમજ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રોકડ પુરસ્કાર મળવાનો બાકી છે. તેણે કહ્યું, “મને હજુ સુધી ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઈનામની રકમ મળી નથી તેમજ સાઈ દ્વારા ચૂકવણી કરવામાં આવી નથી. જો કે, હું તેની સાથે સતત સંપર્કમાં છું અને મને ખાતરી છે કે, તે ટૂંક સમયમાં આપશે.

આ કારણ છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મારિને જોકે પગાર ન મળવાનું કારણ જણાવ્યું નથી. પરંતુ સમચારપત્ર પોતાના અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહ્યું છે કે, તેની પાછળનું કારણ તેને આપવામાં આવેલ લેપટોપ પરત ન કરવાનું છે. સૂત્રએ જણાવ્યું કે મારિને ઓલિમ્પિક દરમિયાન નુકસાન પામેલા લેપટોપને પરત કર્યું નથી. જ્યારે તેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, સાઈએ કહ્યું કે તેણે મારિનનો છ દિવસનો પગાર રોકી રાખ્યો છે, જે USD 1,800 છે, અને જ્યારે તે તેની સત્તાવાર મિલકત પર પાછી આપશે ત્યારે તેને પરત કરવામાં આવશે.

સાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પગારની ચુકવણી પ્રક્રિયામાં છે અને મારિનને જે વસ્તુઓ આપવામાં આવી હતી તે SAIમાં પાછી જમા કરાવ્યા પછી આપવામાં આવશે. આ વહીવટી કાર્યવાહીનો એક ભાગ છે જે સંપૂર્ણ અને અંતિમ સમાધાન માટે જરૂરી છે.”

બોનસ વિશે આ વાત કહી

બીજી તરફ સાઈએ કહ્યું કે તે વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ સહિતની મોટી ટુર્નામેન્ટમાં કોચના યોગદાનનું સન્માન કરશે, પરંતુ બોનસ તેના કરારનો ભાગ નથી. ટોક્યોથી પરત ફર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 19 ઓગસ્ટે લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન દરેક ખેલાડીને 50 લાખ રૂપિયા જ્યારે કોચને 25 લાખ, ટીમના ખેલાડીઓને સપોર્ટ સ્ટાફ આપવાની જાહેરાત કરી હતી. જોકે, મારિન તે દિવસે કાર્યક્રમમાં હાજર ન હતા.

આ પણ વાંચો : T20 World Cup 2021: ટીમ ઈન્ડિયા હજુ પણ પહોચી શકે છે સેમીફાઈનલમાં, જાણો શું છે ફોર્મ્યુલા ?

Next Article