Asian Champions Trophy: ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતીય હોકી ટીમની પ્રથમ ટુર્નામેન્ટ, આજે કોરિયા સાથે મેચ

|

Dec 14, 2021 | 9:57 AM

છેલ્લી વખત મસ્કતમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતીય ટીમને પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી કારણ કે, વરસાદને કારણે ફાઈનલ યોજાઈ શકી ન હતી.

Asian Champions Trophy: ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતીય હોકી ટીમની પ્રથમ ટુર્નામેન્ટ, આજે કોરિયા સાથે મેચ
Indian Men’s Hockey Team

Follow us on

Asian Champions Trophy: ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) બ્રોન્ઝ મેડલ વિજેતા ( bronze medalist)ભારતીય પુરૂષ હોકી ટીમ મંગળવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)ની પ્રથમ મેચમાં કોરિયા સામે નવી સિઝનની શરૂઆત કરશે. આ પ્રવાસ દરમિયાન ઘણા યુવા ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે. 2011માં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી ભારતે ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે. તેણે 2016માં કુઆન્ટાન અને 2018માં મસ્કતમાં ટાઈટલ જીત્યું હતું.

ભારતે 14 ડિસેમ્બરે કોરિયા સામે પ્રથમ મેચ રમવાની છે. આ પછી 15 ડિસેમ્બરે યજમાન બાંગ્લાદેશનો સામનો થશે. ત્રીજી મેચ 17 ડિસેમ્બરે પાકિસ્તાન (Pakistan) સામે અને 19 ડિસેમ્બરે એશિયન ગેમ્સ ચેમ્પિયન (Asian Champions Trophy) જાપાન સામે રમવાની છે. સેમી ફાઈનલ 21 ડિસેમ્બરે અને ફાઈનલ 22 ડિસેમ્બરે રમાશે.

આ ટુર્નામેન્ટ વર્ષ 2020માં યોજાવાની હતી. પરંતુ કોરોના વાયરસ રોગચાળા (Corona virus epidemic)ને કારણે, તે ઘણી વખત સ્થગિત કરવામાં આવી હતી. હવે તે ઢાકામાં 14 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર વચ્ચે યોજાવાની છે. ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતીય પુરૂષ હોકી ટીમ માટે આ પ્રથમ ટુર્નામેન્ટ છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

કેપ્ટન મનપ્રીત સિંહે (Captain Manpreet Singh) કહ્યું, ‘કોરિયા ઘણી સારી ટીમ છે અમે તે જ સ્થળે 2017 એશિયા કપમાં લીગ તબક્કામાં તેમને 1-1થી રમ્યા હતા. અમારે આત્મસંતુષ્ટતા ટાળીને અમારી મૂળભૂત બાબતોને મજબૂત રાખવી પડશે.’ ટૂર્નામેન્ટના મહત્વ અંગે તેણે કહ્યું, ‘ટોક્યો ઓલિમ્પિક પછી આ અમારી પ્રથમ ટૂર્નામેન્ટ છે. આ અમારા માટે નવી સિઝનની શરૂઆત છે અને જીત સાથે શરૂઆત કરવાથી અમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે.

ગત વખતે ભારત-પાકિસ્તાન સંયુક્ત વિજેતા હતા

આ ટુર્નામેન્ટ માટે ટીમમાં ઘણા યુવાનોને તક આપવામાં આવી છે. મનપ્રીતે કહ્યું, ‘છેલ્લા બે વર્ષમાં અમારું ધ્યાન ઓલિમ્પિક પર હતું, તેથી કોર ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા ન હતા. જેના કારણે કેટલાક યુવા ખેલાડીઓને તક મળી શકી નથી. આ તમામ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તેમને પોતાને સાબિત કરવાની તક આપવામાં આવી છે.

ટીમની ફિટનેસ અંગે તેણે કહ્યું, ‘તમામ ખેલાડીઓ ફિટ છે. અમે ભુવનેશ્વરના કેમ્પમાં ફિટનેસ પર ઘણી મહેનત કરી છે. અમે એ જોવા માંગીએ છીએ કે છેલ્લી બે સીલમાં બાકીની એશિયન ટીમોએ કેવી રીતે પોતાની જાતને બદલી નાખી છે. આ ટુર્નામેન્ટ અમારી ટીમ માટે સારી ટેસ્ટ સાબિત થશે.મસ્કતમાં છેલ્લી વખત ભારતીય ટીમને પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી કારણ કે સતત વરસાદને કારણે ફાઈનલ યોજાઈ શકી ન હતી.

 

આ પણ વાંચો : Happy birthday Raj Kapoor : રાજ કપૂરની ઉદારતાએ તેમને સૌથી સફળ વ્યક્તિ બનાવ્યા, સાંભળીને તમને આશ્ચર્ય થશે

Next Article