2022 કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમે ભારતીય હોકી ટીમ, આ કારણે લીધું નામ પરત

ભારતીય મહિલા હોકી અને પુરૂષ હોકીની ટીમ બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં. બંને ટીમોએ બ્રિટેનમાં કોવિડ અને તેનાથી જોડાયેલા નિયમોના કારણે આ ગેમ્સમાં ના રમવાનો નિર્ણય લીધો છે.

2022 કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમે ભારતીય હોકી ટીમ, આ કારણે લીધું નામ પરત
Indian hockey team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:35 PM

ભારતીય હોકી ટીમે (Indian Hockey Teams) બર્મિઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સ (Birmingham 2022) માંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. કોવિડની સ્થિતિ અને ક્વોરન્ટાઈનના નિયમોના કારણે ભારતીય ટીમે આ નિર્ણય લીધો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બ્રિટેનમાં કોઈપણ વ્યક્તિ બહારથી આવે તેના માટે 10 દિવસનું ક્વોરન્ટાઈન અનિવાર્ય છે. ભારતીય મહિલા હોકી અને પુરૂષ હોકીની ટીમ બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં. બંને ટીમોએ બ્રિટેનમાં કોવિડ અને તેનાથી જોડાયેલા નિયમોના કારણે આ ગેમ્સમાં ના રમવાનો નિર્ણય લીધો છે.

ઈંગ્લેન્ડને યૂરોપમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ ગણાવતા હોકી ઈન્ડિયાએ એક નિવેદન આપતા કહ્યું કે તેમની પ્રાથમિકતા એશિયાઈ રમત છે. જે 2024 પેરિસ ઓલિમ્પિક માટે મહાદ્વીપીય ક્વોલિફિકેશન ઈવેન્ટ છે. કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી બર્મિઘમમાં યોજાશે. ચીનના હાંગ્જોમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થતા એશિયાઈ ખેલો પહેલા માત્ર 32 દિવસનું અંતર છે.

ઈંગ્લેન્ડ વિશ્વકપથી હટ્યુ હતું

કોવિડ 19થી જોડાયેલી ચિંતાઓ અને દેશના મુસાફરો પ્રત્યે બ્રિટેનના ભેદભાવપૂર્ણ નિયમોના કારણે આગામી વર્ષ બર્મિઘમમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાંથી હોકી ટીમ હટી ગઈ. ઈંગ્લેન્ડ પણ એક દિવસ પહેલા આ કારણનો હવાલો આપી ભૂવનેશ્વરમાં યોજાનારી જૂનિયર પુરૂષ વિશ્વ કપથી હટી ગયું હતું. હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગાબમે મહાસંઘના નિર્ણયથી ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાને જાણ કરી દીધી છે.

હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સ (28 જુલાઈથી 8 ઓગસ્ટ) અને હાંગ્ઝુ એશિયાઈ ખેલો (10થી 25 સપ્ટેમ્બર)ની વચ્ચે માત્ર 32 દિવસનું અંતર છે અને તે પોતાના ખેલાડીઓને બ્રિટેન મોકલીને જોખમ લેવા નથી ઈચ્છતું.

જે કોરોના વાઈરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સામેલ રહ્યું છે. નિંગોબમે લખ્યું એશિયાઈ ખેલ 2024 પેરિસ ઓલમ્પિક રમતો માટે મહાદ્વીપીય ક્વોલિફિકેશન સ્પર્ધા છે અને એશિયાઈ રમતોની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા હોકી ઈન્ડિયા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભારતીય ટીમોના કોઈ ખેલાડીના કોવિડ-19 સંક્રમિત થવાનું જોખમ નથી લઈ શકતું.

ક્વોરન્ટાઈન અનિવાર્ય

તેમને કહ્યું- તેથી હોકી ઈન્ડિયા પોતાની પુરૂષ અને મહિલા ટીમોને કોમનવેલ્થ 2022 માટે નહીં મોકલે અને તમને સમયસર જાણ કરવામાં આવી રહી છે અને આયોજકોને જાણકારી આપવામાં આવે કે તે રિઝર્વ ટીમોની ઓળખ કરે. બ્રિટેને હાલમાં જ ભારતના કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપવાથી ઈનકાર કર્યો હતો અને દેશમાંથી આવનારા મુસાફરોને પૂર્ણ રસીકરણ હોવા છતાં તેમના માટે 10 દિવસનું કડક ક્વોરન્ટાઈન અનિવાર્ય કર્યુ છે.

આઈઓએ અધ્યક્ષને મોકલેલા પત્રમાં નિંગોબમે આ ભેદભાવનો ઉલ્લેખ કર્યો છે, જેમને રિર્ઝવ ટીમો માટે રમતના વૈશ્ચિક સંચાલન સંસ્થાની સાથે સમન્વયના નિર્દેશ આપ્યા છે. બત્રા એફઆઈએચના પણ અધ્યક્ષ છે. નિંગોબમે લખ્યું આ પ્રકારના ભેદભાવપૂર્ણ પ્રતિબંધો ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓ પર હાલમાં થયેલા ટોક્યો ઓલમ્પિક રમત દરમિયાન પણ લાગુ નહતા અને રસીકરણ કરનારા ખેલાડીઓ માટે 10 દિવસના ક્વોરન્ટાઈનથી તેમનું પ્રદર્શન પ્રભાવિત થશે.

બ્રિટનમાં પ્રતિબંધ

બ્રિટનના પ્રતિબંધો બાદ ભારતે પણ દેશમાં આવનારા બ્રિટનના નાગરિકો પર 10 દિવસના ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ કર્યો છે. ભારતના નવા નિયમો હેઠળ બ્રિટનથી આવનારા તમામ નાગરિકોને 72 કલાકની અંદર આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ બતાવવું પડશે. ભારત પહોંચવા પર એરપોર્ટમાં અને પછી 8 દિવસ બાદ વધુ બે આરટીપીસીઆર ટેસ્ટ થશે.

આ પણ વાંચો: ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ

g clip-path="url(#clip0_868_265)">