Breaking News: જસપ્રીત બુમરાહ ફરી થયો ઈજાગ્રસ્ત? અચાનક એશિયા કપ છોડીને શ્રીલંકાથી પરત ફર્યો
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) છેલ્લા એક વર્ષથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તે લગભગ 11 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ગયા મહિને જ તેને આયર્લેન્ડ પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો હતો. જ્યાં તે T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. રિપોર્ટ મુજબ બુમરાહ અંગત કારણોસર ભારત પરત ફર્યો છે અને તેને ઈજા સાથે કોઈ લેવાદેવા નથી. સ્ટાર બોલર સંપૂર્ણપણે ફિટ છે.

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચ બાદ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અચાનક ભારત પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાની નેક્સ્ટ મેચ 4 સપ્ટેમ્બર, સોમવારે નેપાળ સામે થવાનો છે, પરંતુ તે પહેલા જ બુમરાહ દેશ પરત ફર્યો છે. રિપોર્ટ્સ મુજબ બુમરાહ ટીમ ઈન્ડિયાની બીજી મેચના એક દિવસ પહેલા એટલે કે 3 સપ્ટેમ્બર, રવિવારે મુંબઈ જવા રવાના થયો હતો. બુમરાહ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ ગયા મહિને જ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે જસપ્રીત બુમરાહ ફરી ઈજાગ્રસ્ત થયો છે? ટીમ ઈન્ડિયા અને તેના ફેન્સ માટે રાહતની વાત એ છે કે બુમરાહની વાપસીનું કારણ ઈજા નથી.
Indian Pacer Jasprit Bumrah to miss Nepal match as he returns home from Sri Lanka#JaspritBumrah #AsiaCup2023 #AsiaCup #TeamIndia #TV9News pic.twitter.com/KCtf243Xxx
— Tv9 Gujarati (@tv9gujarati) September 3, 2023
અંગત કારણોસર ભારત પરત ફર્યો જસપ્રીત બુમરાહ
રિપોર્ટ મુજબ બુમરાહ અંગત કારણોસર ભારત પરત ફર્યો છે અને તેને ઈજા સાથે કોઈ લેવાદેવા નથી. સ્ટાર બોલર સંપૂર્ણપણે ફિટ છે. બુમરાહ એશિયા કપમાં ભારતની પહેલી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, પરંતુ પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે રદ્દ થવાને કારણે તે આ મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો.
પિતા બનવાનો છે જસપ્રીત બુમરાહ
વાત એ છે કે બુમરાહના ઘરમાં ખુશીનો વરસાદ થવાનો છે. ક્રિકેટ નેક્સ્ટના રિપોર્ટ મુજબ, જસપ્રીત બુમરાહ પહેલીવાર પિતા બનવાનો છે અને તેથી જ તે મુંબઈ પાછો ફરી રહ્યો છે. બુમરાહની પત્ની અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન પહેલા બાળકને જન્મ આપવાની છે અને બુમરાહ તેના જીવનના આ નવી ક્ષણનો સાક્ષી બનવા માટે જ દેશ પરત ફર્યો છે. બુમરાહ અને સંજનાના લગ્ન માર્ચ 2021માં થયા હતા.
View this post on Instagram
(PC: Sanjana Ganesan Instagram)
સુપર-4માં પરત ફરશે બુમરાહ
બુમરાહના જીવનની આ ખુશીની ક્ષણે તેના ફેન્સને પણ ખુશ કરી દીધા છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના ફેન્સને પણ રાહત થઈ હશે કે બુમરાહ સંપૂર્ણ રીતે ઠીક છે. એટલું જ નહીં બુમરાહ બાળકના જન્મ પછી તરત જ શ્રીલંકા પરત ફરશે અને સુપર-ફોર સ્ટેજની મેચો માટે ઉપલબ્ધ રહેશે. સુપર-ફોરમાં પહોંચ્યા બાદ ભારતે 10 સપ્ટેમ્બરે તેની પહેલી મેચમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે.
આ પણ વાંચો: એશિયા કપ 2023ની મેચો શિફ્ટ થશે ! કોલંબોની તમામ મેચ અન્ય સ્થળે ખસેડાશે
જ્યાં સુધી ભારત-નેપાળ મેચનો સવાલ છે, બુમરાહની ગેરહાજરીમાં સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે. શમીને પાકિસ્તાન સામેની મેચમાં તક મળી ન હતી. હવે તે આ મેચમાં રમી શકશે.
