Ravindra jadejaના પરિવારમાં થયો વિવાદ, ઓલરાઉન્ડરની બહેને, પત્ની પર બેદરકારીનો આરોપ લગાવ્યો, જાણો શું છે મામલો

|

Sep 12, 2021 | 9:21 AM

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને રાજકારણમાં સક્રિય રહે છે, તેમને તેમના પતિનો સંપૂર્ણ ટેકો છે.

Ravindra jadejaના પરિવારમાં થયો વિવાદ, ઓલરાઉન્ડરની બહેને, પત્ની પર બેદરકારીનો આરોપ લગાવ્યો, જાણો શું છે મામલો
indian cricket team star all rounder ravindra jadeja sister criticises his wife for flouting covid 19 protocol

Follow us on

Ravindra jadeja :ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ની પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને તેની બહેન નયનાબા જાડેજા(Naynaba Jadeja) હાલમાં રાજકીય જંગમાં એકબીજા સામે છે. રીવાબા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા છે, જ્યારે તેની બહેન નયનાબા કોંગ્રેસના સભ્ય છે.

નયનાબાએ તાજેતરમાં ગુજરાતમાં એક રાજકીય કાર્યક્રમમાં કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ રીવાબાની નિંદા કરી હતી. એક ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર, રીવાબા (Rivaba Jadeja)એ તાજેતરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં ઘણા લોકો એકઠા થયા હતા અને કોવિડના નિયમોનો ભંગ થયો હતો. રીવાબાએ પણ આ કાર્યક્રમમાં માસ્ક સારી રીતે પહેર્યો ન હતો.

નયનાબાએ કોવિડ -19 પ્રત્યે બેદરકાર વલણ અપનાવવા બદલ રીવાબાની ટીકા કરી છે અને કહ્યું છે કે, જેઓ આ કાર્યક્રમમાં હાજર હતા તેઓ ગુજરાતમાં કોવિડની ત્રીજી લહેર માટે જવાબદાર રહેશે. જાડેજા (Ravindra jadeja)ના ઘરમાં રાજકારણનું વાતાવરણ પણ ગરમ થયું છે કારણ કે, રીવાબાને તેના પતિનો ટેકો છે, જ્યારે નયનાબાને તેના પિતા અને બહેનનો ટેકો મળ્યો છે.

ભૂતકાળમાં વિવાદ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોવિડના નિયમોના ઉલ્લંઘનને કારણે રિવાબા વિવાદમાં આવ્યા હોય તેવું પહેલીવાર નથી. આ પહેલા પણ તે વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. માસ્ક ન પહેરવા બદલ તે ઓગસ્ટ 2020માં નિશાના પર આવી હતી. તેણી રાજકોટમાં પોતાની કારમાં માસ્ક વગર જોવા મળી હતી અને તેને પણ પોલીસે અટકાવી હતી. જ્યારે રિવાબાને મહિલા પોલીસ દ્વારા રોકવામાં આવી ત્યારે તેણે તેમની સાથે દલીલ કરી, જેનાથી અધિકારીનું બ્લડ પ્રેશર પણ વધી ગયું. રવિન્દ્ર જાડેજા પણ તેમની સાથે કારમાં હતા પરંતુ તેમણે માસ્ક પહેરેલો હતો. જોકે, હાલ ગુજરાતમાં કોવિડની સ્થિતિ નિયંત્રણમાં છે.

જાડેજા ક્રિકેટમાં વ્યસ્ત છે

જાડેજા હાલમાં ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડમાં છે જ્યાં ટીમ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી હતી પરંતુ પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. જાડેજા ઇંગ્લેન્ડથી સીધો સંયુક્ત આરબ અમીરાત (UAE) જશે જ્યાં તે IPL-2021ના ​​બીજા તબક્કામાં ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે ભાગ લેશે. જાડેજાને ઈંગ્લેન્ડ સામેની તમામ ચાર ટેસ્ટ મેચમાં રમવાની તક મળી. પાંચમી મેચ રદ થતાં પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ કરી દેવામાં આવી હતી. તેના બાદ સિરીઝના નિર્ણયને લઈને હજુ સુધી સ્થિતી સ્પષ્ટ થઇ શકી નથી.

આ પણ વાંચો : Women Health : શરીરમાં જો આ લક્ષણ દેખાય તો સ્ત્રીઓએ સમજી લેવું કે તમારામાં કેલ્શિયમની ખામી છે

આ પણ વાંચો : Masoor Dal Face Pack : ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે મસુરની દાળથી તૈયાર કરો આ ફેસપેક !

Next Article