બ્રેકિંગ ન્યૂઝ : વિશ્વ કપમાં હાર બાદ ભારતીય ટીમને મળ્યો નવો કેપ્ટન, સાઉથ આફ્રિકા સામે ODI માટે Kl રાહુલની પસંદગી
વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન હશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમનો આગામી પ્રવાસ દક્ષિણ આફ્રિકાનો છે. અહીં ટીમ ઈન્ડિયા ત્રણ અલગ અલગ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે. ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે, ત્યારબાદ 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમાશે.
વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન હશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમનો આગામી પ્રવાસ દક્ષિણ આફ્રિકાનો છે. અહીં ટીમ ઈન્ડિયા ત્રણ અલગ અલગ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે. ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે, ત્યારબાદ 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમાશે.
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે, ત્યારબાદ 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમાશે. આ બાદ ODIની વાત કરવામાં આવે તો 17 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, પહેલી ODI જોહાનિસબર્ગ ખાતે યોજાશે. ત્યાર બાદ 19 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, બીજી ODI ગ્વેબરખા ખાતે યોજાશે અને 21 ડિસેમ્બર દક્ષિણ આફ્રિકા Vs ભારત, ત્રીજી ODI પાર્લ ખાતે યોજાશે. મહત્વનુ છે કે ODI માટે કેપ્ટનશીપ KL રાહુલને સોપવામાં આવી છે.
સંજુ સેમસનને ભારતીય વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ઈજામાંથી સ્વસ્થ થયેલા રજત પાટીદારને ભારતીય વનડે ટીમમાં જગ્યા મળી છે. સૂર્ય કુમાર યાદવને ભારતીય વનડે ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે કારણ કે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.
Cheteshwar Pujara post after left out from indian team for South Africa tour
India’s squad for 3 ODIs: Ruturaj Gaikwad, Sai Sudharsan, Tilak Varma, Rajat Patidar, Rinku Singh, Shreyas Iyer, KL Rahul (C)(wk), Sanju Samson (wk), Axar Patel, Washington Sundar, Kuldeep Yadav, Yuzvendra Chahal, Mukesh Kumar, Avesh Khan, Arshdeep Singh, Deepak Chahar.#SAvIND
— BCCI (@BCCI) November 30, 2023
શ્રેયસ અય્યર ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. જોકે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે અહી જગ્યા નથી. ભારતીય પસંદગી સમિતિએ ટેસ્ટમાં અજિંક્ય રહાણેના સ્થાને અય્યરને પસંદ કર્યો કારણ કે રહાણે અય્યરની ઈજા બાદ ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો.
જેમ જેમ અય્યરે તેની ફિટનેસ પાછી મેળવી, પસંદગી સમિતિ અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને લાગ્યું કે અય્યરે ભારતીય ટીમમાં પરત ફરવું જોઈએ.
આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત
ભારતીય ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય T20 ટીમમાં કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી હતી.