
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6થી 20 જૂન દરમિયાન 1 ટેસ્ટ અને 3 ODI મેચ છે. ન્યૂ ચંદીગઢમાં રમાનારી આ ટેસ્ટ મેચ ICC World Test Championship (WTC) સાયકલનો ભાગ રહેશે નહીં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યુરોપના પ્રવાસે જશે. જ્યાં તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચો રમશે. ભારતની 2026-27 ઘરઆંગણેની સીઝન સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. ભારતીય ટીમ ડિસેમ્બર સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બંન્નેએ પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ આશ્રમ પહોંચી તેના આશીર્વાદ લીધા હતા. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અનેક વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં વિરાટ અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત કર્યા બાદ આશ્રમમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ અને અનુષ્કા શર્મા વૃંદાવનની મુલાકાત લેવા માટે જાય છે અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લે છે. આ કપલ હંમેશા પોતાના જીવનમાં આધ્યાત્મિકતા ના મહત્વ વિશે વાત કરે છે. તેમજ અનેક ધાર્મિક આદ્યાત્મિક સમારોહમાં પણ એક સાથે જોવા મળે છે.