IND vs WI : બંગાળ ક્રિકેટ એસોસિએશન સૌરવ ગાંગુલીના ભરોસે, T20 શ્રેણી માટે BCCIને કરી ખાસ વિનંતી

|

Feb 10, 2022 | 9:48 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચની T20 સીરીઝ રમાશે, જે તમામ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

IND vs WI : બંગાળ ક્રિકેટ એસોસિએશન સૌરવ ગાંગુલીના ભરોસે, T20 શ્રેણી માટે BCCIને કરી ખાસ વિનંતી
BCCI President Sourav Ganguly (Photo: File/PTI)
Image Credit source: PTI

Follow us on

IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચેની વનડે સિરીઝનું પરિણામ નક્કી થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચમાં જીત સાથે શ્રેણી પર કબજો કરી લીધો છે. ત્રીજી વનડે હવે 11 ફેબ્રુઆરી, શુક્રવારે અમદાવાદમાં રમાશે. ODI સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે T20 સીરીઝ રમાવાની છે અને તેની ત્રણેય મેચ કોલકાતામાં રમાશે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB) વચ્ચે T20 સિરીઝમાં દર્શકોના પ્રવેશ અંગે કોઈ અભિપ્રાય આવ્યો નથી અને હવે બંગાળ એસોસિએશને ભારતીય બોર્ડને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા વિનંતી કરી છે.

દેશમાં કોરોના સંક્રમણના ત્રીજી લહેર વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે શ્રેણી રમાઈ રહી છે. આ કારણે ભારતીય બોર્ડે ODI શ્રેણી માટે મેદાનમાં દર્શકોને એન્ટ્રી આપી ન હતી. બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારે ઈડન ગાર્ડન્સમાં યોજાનારી 3 T20 મેચો માટે સ્ટેડિયમની ક્ષમતાના 75 ટકા દર્શકોને મેચ જોવાની મંજૂરી આપી હતી. પરંતુ હાલમાં જ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, કોરોનાને કારણે ટી-20 સિરીઝ પણ દર્શકોની હાજરી વિના રમાશે.

બીસીસીઆઈ તરફથી જવાબની રાહ જોવાઈ રહી છે

બીસીસીઆઈના આ નિર્ણયે સીએબીને મૂંઝવણમાં મૂક્યું અને હવે રાજ્ય એકમ બોર્ડને વિનંતી કરી રહ્યું છે કે, પશ્ચિમ બંગાળ સરકારની પરવાનગી મુજબ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. ન્યૂઝ એજન્સી ANIએ CABના નિવેદનને ટાંકીને કહ્યું કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની યજમાનીના મુદ્દે ઘણી ચર્ચા થઈ હતી. સભ્યોને કહેવામાં આવ્યું કે CAB એ BCCIને દર્શકોને મંજૂરી આપવા વિનંતી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

BCCI પ્રમુખ ગાંગુલીએ તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ પુષ્ટિ કરે છે કે ODI શ્રેણીની જેમ T20 શ્રેણી માટે દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં અને મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. CABનું નિવેદન પણ ગાંગુલીના નિવેદન પછી તરત જ આવ્યું હતું, જેમાં યુનિયનના પ્રમુખ અવિશેક દાલમિયાએ કહ્યું હતું ,તેઓ બોર્ડના આવા કોઈ નિર્ણયથી વાકેફ નથી અને બોર્ડે તેમને આ અંગે કોઈ માહિતી મોકલી નથી.

T20 શ્રેણી 16 ફેબ્રુઆરીથી શરૂ થશે

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચની સિરીઝ શરૂ થશે. શ્રેણીની ત્રણેય મેચ ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 16 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે. ડિસેમ્બર 2019 પછી બંને ટીમો વચ્ચે આ પ્રથમ T20 શ્રેણી છે.

 

આ પણ વાંચો : UP Assembly Election 2022 Phase 1 Voting Highlights: મથુરામાં પ્રથમ તબક્કાનું મતદાન થયું પૂર્ણ, આરએલડી પ્રમુખ જયંત ચૌધરી પોતાનો મત આપી શક્યા નહીં

Next Article