IND vs SA, WWC 2022, LIVE Streaming: સેમિફાઈનલ માટે સાઉથ આફ્રિકા સામે ભારતની રસપ્રદ મેચ, જાણો ક્યાં જોઈ શકો છો

|

Mar 26, 2022 | 4:49 PM

જો તમે ICC મહિલા વિશ્વ કપ 2022માં કોઈ રસપ્રદ મેચ જોવા માંગતા હોવ તો તમે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ જોઈ શકો છો.

IND vs SA, WWC 2022, LIVE Streaming: સેમિફાઈનલ માટે સાઉથ આફ્રિકા સામે ભારતની રસપ્રદ મેચ, જાણો ક્યાં જોઈ શકો છો
india women cricket team
Image Credit source: BCCI

Follow us on

IND vs SA LIVE Streaming: જો તમે ICC મહિલા વિશ્વ કપ 2022 (ICC Women’s World Cup 2022)માં કોઈ રસપ્રદ મેચ જોવા માંગતા હોવ તો તમે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની મેચ જોઈ શકો છો. સાઉથ આફ્રિકા માટે આ મેચ ભલે મહત્વની ન હોય, પરંતુ ભારત માટે સેમિફાઈનલ (Semi Final)માં જવાની લડાઈ છે, જે તેણે જીતવી પડશે. જો ભારતીય ટીમ આ મેચ હારી જાય છે તો આ સાથે તેની સેમીફાઈનલમાં જવાની આશાઓ સમાપ્ત થઈ જશે. પરંતુ જો મોટી જીત નોંધાઈ તો કામ લગભગ પૂર્ણ થઈ જશે. હવે જ્યારે સ્પર્ધા એટલી મહત્વપૂર્ણ છે, તે જોવી જરુરી છે.

સાઉથ આફ્રિકાની ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ભારતને હરાવીને તે તેનો રસ્તો રોકવાનું કામ કરશે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે કારણ કે તેનો રન રેટ ઈંગ્લેન્ડ કરતા ઓછો છે. તેને ઠીક કરવા માટે તેણે દક્ષિણ આફ્રિકાને મોટી હાર આપવી પડશે.

IND vs SA: મેચ ક્યારે અને ક્યાં થશે? લાઈવ અને ઓનલાઈન સ્ટ્રીમ કેવી રીતે જોવું?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ICC મહિલા વિશ્વ કપ 2022ની મેચ ક્યારે અને કયા સમયે રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો રવિવારે 27 માર્ચે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ સવારે 6 વાગ્યે યોજાશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહિલા વિશ્વ કપ 2022ની મેચ ક્યાં રમાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2022ની મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

ભારત વિ દક્ષિણ આફ્રિકા મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકું?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત વિ દક્ષિણ આફ્રિકા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય  tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

 

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા, ‘મિશન ગુજરાત’ વિશે થઈ ચર્ચા!

Published On - 4:19 pm, Sat, 26 March 22

Next Article