IND vs PAK: પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કરીને રોહિત શર્માએ મોટી ભૂલ તો નથી કરી દીધી?

એશિયા કપ 2023 માં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ રમવા માટે મેદાને ઉતર્યુ છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પલ્લેકેલેમાં પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, જ્યારે પાકિસ્તાનને પ્રથમ બોલિંગ કરવાની ફરજ ટોસ હારીને પડી હતી. જોકે હવે રોહિત શર્માનો આ નિર્ણય કેટલો યોગ્ય હતો એ સવાલ શરુ થઈ ચૂક્યા છે.

IND vs PAK: પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કરીને રોહિત શર્માએ મોટી ભૂલ તો નથી કરી દીધી?
ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 4:41 PM

એશિયા કપ 2023 માં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ રમવા માટે મેદાને ઉતર્યુ છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પલ્લેકેલેમાં વરસાદની સંભાવનાઓ વચ્ચે ભારતીય ટીમે પોતાની પ્રથમ બેટિંગ શરુ કરી દીધી હતી. ક્રિકેટમાં ટોસ ખૂબ જ મહત્વની બાબત છે, ટોસની હાર જીત મેચના પરિણામમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

ક્રિકેટમાં દરેક કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કે બોલિંગ પસંદ કરવાનો હક્ક ધરાવતો હોય છે, અને આ હક્કનો ઉપયોગ ટીમને જીતની સંભાવનાને ધ્યાને રાખીને બેટિંગ કે બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લેતો હોય છે. રોહિત શર્માએ ટોસ જીતીને પલ્લેકેલેમાં પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, જ્યારે પાકિસ્તાનને પ્રથમ બોલિંગ કરવાની ફરજ ટોસ હારીને પડી હતી. જોકે હવે રોહિત શર્માનો આ નિર્ણય કેટલો યોગ્ય હતો એ સવાલ શરુ થઈ ચૂક્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

અત્યાર સુધીના આંકડા

જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે, સ્ટેડિયમમાં 37 વનડે મેચ રમાઈ ચુકી છે. પલ્લેકેલે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં બીજી ઈનીંગમાં બેટિંગ કરનારી ટીમના પક્ષમાં મેચ વધારે રહી છે. એટલે કે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમને જીત નસીબ થવાના આંકડા વધારે જોવા મળી રહ્યા છે. 21 વાર લક્ષ્યનો પિછો કરનારી ટીમને જીત મળી છે.

પ્રથમ બેટિંગ કરનારી ટીમ 15 વાર જીત મેળવી શકી છે. આંકડાઓ જોઈને સવાલો થઈ રહ્યા છે, કે રોહિત શર્માને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવો કદાચ મોંઘો ના પડી જાય છે. આંકડાઓને જોતા જ રોહિત શર્માએ જ્યારે પ્રથમ બેટિંગ ટોસ જીતીને પસંદ કરતા જ આશ્ચર્ય સર્જાયુ હતુ.

ઝડપથી ગુમાવી મહત્વની ત્રણ વિકેટ

શરુઆતમાં જ ભારતીય ટીમે ત્રણ વિકેટના ઝટકાનો માર સહન કર્યો છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 11 રન, વિરાટ કોહલી 4 રન નોંધાવીને શાહીન આફ્રિદીના બોલ પર ક્લીન બોલ્ડ થઈ પરત ફર્યા હતા. અય્યર 14 રન નોંધાવીને આઉટ થયો હતો. આમ 48 રનમાં જ ભારતે ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આમ શરુઆતે જ ભારતીય ટીમ પર દબાણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ  Monsoon: સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયો અડધાથી વધારે ખાલી, વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">