IND vs NZ, 2nd T20I, LIVE Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

|

Nov 19, 2021 | 11:41 AM

ભારતે ન્યુઝીલેન્ડ (India vs New Zealand) સામે ટી20 શ્રેણીની પ્રથમ મેચ જીતી અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી.

IND vs NZ, 2nd T20I, LIVE Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો
India Cricket Team

Follow us on

IND vs NZ, 2nd T20I, LIVE Streaming:જયપુરમાં ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમને પછાડ્યા બાદ ટીમ ઈન્ડિયા શુક્રવારે શ્રેણી કબજે કરવા ઉતરશે. ત્રણ T20 શ્રેણીની પ્રથમ મેચ જયપુરમાં રમાઈ હતી, જે ભારતે પાંચ વિકેટે જીતી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) એ કહ્યું કે, આ જીત એટલી સરળ નથી જેટલી તેણે વિચારી હતી અને તે તેના ખેલાડીઓ માટે એક સારો બોધપાઠ છે. ભારતે 165 રનનો ટાર્ગેટ બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

રોહિતે મેચ બાદ કહ્યું, ‘આ એટલું સરળ નથી જેટલું અમે વિચાર્યું હતું. તે ખેલાડીઓને શીખવ્યું કે, શું કરવું અને પાવર હિટિંગ હંમેશા કામ કરતું નથી. કેટલાક ખેલાડીઓ ચૂકી ગયા હતા પરંતુ અન્ય ખેલાડીઓને તેમની ક્ષમતા બતાવવાની તક મળી હતી. બોલરોના વખાણ કરવા જોઈએ જેમણે ન્યૂઝીલેન્ડને 180 સુધી જતું અટકાવ્યું હતું, જે એક સમયે શક્ય જણાતું હતું. ફાસ્ટ બોલર (Fast bowler) મોહમ્મદ સિરાજને બોલ અટકાવતી વખતે હાથની ઈજા થઈ હતી, જેના કારણે હજુ સુધી એ જાણી શકાયું નથી કે સિરાજ શુક્રવાર માટે ઉપલબ્ધ છે કે નહીં.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ ક્યારે રમાશે?

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ 19 નવેમ્બર (શુક્રવાર)ના રોજ રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6.30 કલાકે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે.

આ પણ વાંચો : 23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવી રહ્યો છે! ઈમ્પ્રેસ થયેલા આનંદ મહિન્દ્રા ફંડિંગ માટે બતાવી આતુરતા

Next Article