U-19 Asia Cup: સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે, એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે

|

Dec 29, 2021 | 12:17 PM

એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે. તેણે 2000, 2008, 2012 અને 2018માં ચાર વખત આ ખિતાબ જીત્યો છે. ભારત 2016માં પણ રનર અપ હતું.

U-19 Asia Cup: સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે, એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે
Indian under-19 team reached the semifinals of the Asia Cup

Follow us on

U-19 Asia Cup: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મંગળવારે અંડર-19 એશિયા કપ (U-19 Asia Cup)ની અંતિમ ગ્રૂપ મેચ બે અધિકારીઓ કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા બાદ રદ કરવામાં આવી હતી. આ પછી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. બાંગ્લાદેશ અને શ્રીલંકા (Bangladesh and Sri Lanka) પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યા હતા અને આ મેચમાંથી ગ્રૂપના વિજેતા અને ઉપવિજેતા નક્કી થવાના હતા. બાંગ્લાદેશ (Bangladeshતેના સારા રન રેટને કારણે ગ્રુપમાં ટોચ પર છે અને 30 ડિસેમ્બરે સેમિફાઇનલ (Semifinals)માં ભારતનો સામનો કરશે. બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાનો મુકાબલો 30મીએ પાકિસ્તાન (Pakistan)સામે થશે. ફાઈનલ મેચ 1 જાન્યુઆરીના રોજ રમાવાની છે.

પાકિસ્તાન (Pakistan)ની ટીમ ગ્રુપ Aમાં પ્રથમ સ્થાને રહી હતી. તેણે તેની ત્રણેય મેચ જીતી હતી. તે જ ભારત ત્રણમાંથી બે મેચ જીતીને બીજા ક્રમે રહ્યું હતું. તેમનો એકમાત્ર પરાજય પાકિસ્તાનથી થયો હતો. હવે જે રીતે સેમિફાઇનલ સેટઅપ થઇ ગયું છે તે જોતા ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ફાઇનલમાં ફરી સામ-સામે આવી શકે છે. આ રીતે આ મેચ ઘણી રોમાંચક બની શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

32 ઓવરની રમત બાદ મેચ રદ્દ

ગ્રુપ B ની છેલ્લી મેચમાં, 32.4 ઓવર રમાઈ હતી જ્યારે બે અધિકારીઓના COVID-19 માટે પરીક્ષણ પછી મેચ રદ કરવામાં આવી હતી. ટોસ હાર્યા બાદ બાંગ્લાદેશે મેચ રદ્દ થવાના સમયે 32.4 ઓવરમાં ચાર વિકેટે 130 રન બનાવી લીધા હતા. આરિફુલ ઈસ્લામ 19 જ્યારે મોહમ્મદ ફહીમ 27 રન બનાવીને રમી રહ્યો હતો. એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે. તેણીએ 2000, 2008, 2012 અને 2018માં ચાર વખત આ ખિતાબ જીત્યો છે. ભારત 2016માં પણ રનર અપ હતું

ACCએ નિવેદનમાં શું કહ્યું


એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ એક નિવેદનમાં કહ્યું, “એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને અમીરાત ક્રિકેટ બોર્ડ પુષ્ટિ કરે છે કે, આજે રમાનારી એસીસી અંડર -19 એશિયા કપની અંતિમ ગ્રુપ બી મેચ રદ કરવામાં આવી છે. બે અધિકારીઓ કોવિડ-19 પોઝિટિવ હોવાનું સમર્થન મળ્યું છે. અધિકારીઓ હવે સુરક્ષિત છે અને ટૂર્નામેન્ટના નિયમો અનુસાર તેમની સારવાર કરવામાં આવી રહ્યી છે.આ મેચ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે અને પરિણામ આવે ત્યાં સુધી તેઓ આઈસોલેશનમાં રહેશે.

આ પણ વાંચો : ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદની બેઠક કરશે, જેમાં વિધાનસભા ચૂંટણી પર પણ ચર્ચા થવાની સંભાવના

Next Article