ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવી મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

|

Oct 13, 2022 | 12:54 PM

Womens Asia Cup T20 2022 પ્રથમ સેમીફાઈનલમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી, થાઈલેન્ડની મોટી હાર.

ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવી મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે
ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવી મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો
Image Credit source: Twitter

Follow us on

women’s Asia Cup : આખરે એ જ થયું જેની આશા હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ ( Asia Cup)ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સિલહટમાં રમાયેલી પ્રથમ સેમીફાઈન મેચમાં ભારતીય ટીમે થાઈલેન્ડ (Thailand)ને મોટી હાર આપી છે. ભારતની જીતનો હિરો દિપ્તિ શર્મા હતી જેને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ લીધી હતી. તો બેટ્સેમન શેફાલી વર્માએ 28 બોલમાં 42 રન ફટકારી જીતમાં મોટું યોગદાન આપ્યું છે. કેપ્ટન હરમનપ્રીતે 36 રનની ઈનિગ્સ રમી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ ભારતીય બોલરોએ ફાયદો ઉઠાવ્યો અને થાઈલેન્ડને માત્ર 74 રન પર રોક્યું અને જીત મેળવી હતી.

 

મંધાનાની વિકેટ વહેલી પડી

તમને જણાવી દઈએ કે, શરુઆતમાં ભારતીય ટીમ માટે થોડું મુશ્કિલ ભર્યું રહ્યું હતુ. સ્મૃતિ માંધના માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમા રોડ્રિગ્ઝના બેટમાંથી 26 બોલમાં માત્ર 27 રન જ આવ્યા હતા. બીજી તરફ શેફાલી વર્માએ ઘણી સારી બેટિંગ કરી હતી. આ બેટ્સમેને 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી રન બનાવ્યા હતા. તેમજ તેનો સ્ટ્રાઈક રેટ 150 હતો. હરમનપ્રીતે 30 બોલમાં 36 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં તે ઝડપી બેટિંગ કરવામાં નિષ્ફળ રહી હતી.

બોલરોએ દેખાડ્યો જલવો

સ્પિન વિકેટ પર ભારતીય બોલરોએ થાઈલેન્ડને ટક્કર આપી હતી. પાવરપ્લેમાં દિપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરી આ જમણા હાથના ઓફ સ્પિનરે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેની સાથે રાજેશ્વરી ગાયકવાડે પણ માત્ર 10 રન આપી 2 વિકેટ લીધી હતી રેણુકા સિંહ, સ્નેહા રાણાએ પણ થાઈલેન્ડને અડચણ ઉભી કરી હતી અંતમાં થાઈલેન્ડની ટીમ 20 ઓવરમાં જ 74 રન બનાવી શકી તેની 9 વિકેટ પડી હતી.

7મી વખત એશિયા કપ જીતવાની તક

તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે 7મી વખત એશિયા કપની ચેમ્પિયન બનવાની તક છે. ભારતે 2004,2005,2006,2008,2012 અને 2016માં સતત 6 વખત એશિયા કપ જીત્યા છે. ત્યારબાદ 2018માં તેને બાંગ્લાદેશે માત આપી હતી હવે 2022 એશિયા કપમાં ભારતીય ટીમ ફરી એક વખત ફાઈનલમાં છે તેની પાસે 7મી વખત એશિયા કપ જીતવાની તક છે.

 

Published On - 12:15 pm, Thu, 13 October 22

Next Article