બોલરોના દમ પર ભારતે, ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરીને, 13 રને વિજય મેળવ્યો, શાર્દુલની ત્રણ વિકેટ

|

Dec 02, 2020 | 5:29 PM

ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી વન ડે મેચ રમી રહી છે. સીરીઝની આખરી મેચ કેનબેરામાં રમાઇ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ભારતીય ટીમ પહેલા બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. ભારત તરફથી હાર્દીક પંડ્યા 92 અને રવિન્દ્ર જાડેજાએ 66 રન કર્યા હતા,. ભારતીય ટીમે 50 ઓવરના અંતે 305 રનનો સ્કોર કર્યો હતો. જેના […]

બોલરોના દમ પર ભારતે, ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરીને, 13 રને વિજય મેળવ્યો, શાર્દુલની ત્રણ વિકેટ

Follow us on

ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી વન ડે મેચ રમી રહી છે. સીરીઝની આખરી મેચ કેનબેરામાં રમાઇ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ભારતીય ટીમ પહેલા બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. ભારત તરફથી હાર્દીક પંડ્યા 92 અને રવિન્દ્ર જાડેજાએ 66 રન કર્યા હતા,. ભારતીય ટીમે 50 ઓવરના અંતે 305 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનો 49.3 ઓવરમાં જ 289 રન કરી ઓલ આઉટ થઇ ગયા હતા. શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. આમ ભારતે 13 રને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલીયાએ સીરીઝ પર પ્રથમ બે મેચ જીતીને જ મેળવી લીધો હતો. 

ઓસ્ટ્રેલીયાની બેટીંગ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પ્રથમ બંને મેચોમાં બેટીંગ વડે જીત મેળવનાર ઓસ્ટ્રેલીયાઇ બેટ્સમેનો આજે ભારતીય બોલરો સામે ફાવી શક્યા નહોતા. કેપ્ટન આરોન ફીંચ સિવાય અન્ય કોઇ પણ બેટ્સમેન મોટીં ઇનીંગ રમી શક્યા નહોતા. ગ્લેન મેક્સવેલે એક સમયે મેચનુ પાસુ પલટવા સ્વરુપ બેટીંગ ઇનીંગ રમવી શરુ કરી હતી પરંતુ તે પણ 59 રન 38 બોલમાં કરીને બુમરાહનો શિકાર થયો હતો. તેને બુમરાહે ક્લીન બોલ્ડ કરતા જ ઓસ્ટ્રેલીયાએ મેચ ગુમાવી દેવાની સ્થિતીમાં મુકાઇ ગયુ હતુ. લાબુશને એ ઓપનીંગ કરવાના પ્રયાસમાં માત્ર 7 રન જોડી નટરાજનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. સ્ટીવ સ્મિથ પણ 7 રન કરીને શાર્દુલ ઠાકુરનો શિકાર થયો હતો. હેનરીક્સ 22, કેમરુન ગ્રીન 21, એલેક્સ કેરી 38, એસ્ટોન અગર 28 રન કરીને પેવેલીયન ફર્યા હતા. ટીમ 158 રન ના સ્કોર પર જ પાંચ વિકેટ ગુમાવી હતી, જોકે મેક્સવેલ સ્કોરને ફરતુ રાખવા સફળ થયો હતો પરંતુ તેની વિકેટ ગુમાવતા જ બાકી ચાર વિકેટો 20  રનમાં જ ગુમાવી દીધી હતી.

ભારત ની બોલીંગ

ભારતીય બોલરોએ આજે દમ દેખાડ્યો હતો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોને એક બાદ એક પેવેલીયન મોકલી દઇને ઓલ આઉટ કરી દીધા હતા. શાર્દુલ ઠાકુરે 10 ઓવરમાં 51 રન ગુમાવીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 9.3 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ડેબ્યુ મેચમાં જ આજે હરીફ ટીમની પ્રથમ વિકેટ ક્લીન બોલ્ડ કરીને ઝડપવા સાથએ, તેણે 2 વિકેટ ઝડપી હતી. નટરાજને જોકે 10 ઓવરમાં 70 રન આપ્યા હતા, કુલદિપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ પણ એક એક વિકેટ ઝડપી હતી. 

ભારતની બેટીંગ.

ભારતીય ટીમ ના ઓપનરો આજે પણ મોટી ઇનીંગ રમી શક્યા નહોતા. શિખર ધવન 16 રન કરીને જ પેવેલીયન પરત ફર્યો હતો. જ્યારે શુભમન ગીલ 33 રન કરીને આઉટ થયો હતો. જોકે વિરાટ કોહલીએ ઇનીંગને સંભાળી લેવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે વન ડે ક્રિકેટમાં પોતાના 12,000 રન ઝડપ થી પુરા કરી લેવા સાથે આજની મેચમાં જરુરી ઇનીંગ પણ રમી દર્શાવી હતી. તેણે 63 રનની પારી રમી હતી. જોકે તેના આઉટ થવા જ ભારતીય ટીમ જાણે કે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. કારણ કે શ્રેયસ ઐયર 19 અને કેએલ રાહુલ પણ 5 રન કરીને આઉટ થઇ ગયા હતા. જોકે બાદમાં હાર્દીક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ટીમની બગડેલી સ્થિતીને સુધારી લીધી હતી. બંને ઓલરાઉન્ડરોએ સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી પોતાના ખભે લીધી હતી. હાર્દીકે અણનમ 92 રન 76 બોલમાં કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 66 રન કર્યા હતા. આમ ટીમનો સ્કોર 300 પાર પહોંચી શક્યો હતો. 

ઓસ્ટ્રેલીયાની બોલીંગ.

એસ્ટોન અગર એ આજે ઓસ્ટ્રેલીયા વતી સફળ પ્રદર્શન કર્યુ હતુ, તેણે 10 ઓવરમાં 44 રન આપીને બે વિકેટ ઝડપી હતી.  આ ઉપરાંત એડમ ઝંપાએ 10 ઓવરમાં 45 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે પણ વિરાટ કોહલીની મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 66 રન ગુમાવીને વિરાટની એક માત્ર વિકેટ ઝડપી હતી. સીઅન એબોટ્ટ એ 84 રન ગુમાવ્યા હતા 10 ઓવરમાં, તેણે પણ એક વિકેટ મેળવી હતી પરંતુ ખુબ ખર્ચાળ સાબિત થયો હતો. જોકે ઓસ્ટ્રેલીયાના બોલરો હાર્દીક અને જાડેજાની ભાગીદારીને તોડી શક્યા નહોતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article