Thomas Cup 2022 : 43 વર્ષની રાહ જોયા બાદ ભારતીય ટીમે Thomas Cupમાં દેશ માટે મેડલ પાક્કો કર્યો

|

May 13, 2022 | 2:39 PM

કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth)ની આગેવાની હેઠળની ભારતીય ટીમે થોમસ કપ(Thomas Cup)માં મોટી જીત મેળવીને દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો.

Thomas Cup 2022 : 43 વર્ષની રાહ જોયા બાદ ભારતીય ટીમે Thomas Cupમાં દેશ માટે મેડલ પાક્કો કર્યો
43 વર્ષની રાહ જોયા બાદ ભારતીય ટીમે Thomas Cupમાં દેશ માટે મેડલ પાક્કો કર્યો
Image Credit source: PTI

Follow us on

Thomas Cup 2022: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે (Indian Badminton Team) ગુરુવારે થોમસ કપમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને 3-2થી હરાવ્યું અને 43 વર્ષની રાહ જોયા બાદ BWF થોમસ કપ(BWF Thomas Cup)માં દેશ માટે મેડલ સુનિશ્ચિત કર્યો. આ જીત સાથે, ટીમે ઓછામાં ઓછો પોતાનો બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે. જોકે ઉબેર કપ(Uber Cup)માં ભારતીય મહિલા ટીમને નિરાશા હાથ લાગી હતી. મહિલા ટીમને થાઈલેન્ડ ઓપનમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

પાંચ વખતના ચેમ્પિયન મલેશિયા સામે ભારતને જીત માટે દાવેદાર માનવામાં આવતું ન હતું. ભારતની શરૂઆત સારી રહી ન હતી પરંતુ ત્યાર બાદ તેણે વાપસી કરી હતી. આ પહેલા ભારતે છેલ્લી બે મેચમાં ક્લીન સ્વીપ કરીને જીત મેળવી હતી. મલેશિયા સામે ભારતની શરૂઆત સારી રહી ન હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લક્ષ્ય સેનને મેન્સ સિંગલ્સની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 46 મિનિટ સુધી ચાલેલી મેચમાં લક્ષ્ય વિશ્વ ચેમ્પિયન લી જી જિયા સામે 21-239-21થી હારી ગયો હતો. જોકે, ભારતે અહીંથી પુનરાગમન કર્યું અને પછીની બે મેચ જીતી લીધી.

સાત્વિક-ચિરાગે ટીમમાં વાપસી કરી હતી

બીજી મેચમાં ચિરાગ અને સાત્વિકસાઈરાજની જોડીએ નૂર ને હરાવી હતી. આ પછી શ્રીકાંતે બીજી સિંગલ્સ મેચ જીતી હતી. શ્રીકાંતે વર્લ્ડ નંબર 46 એનજી તજે યોંગને સીધી ગેમમાં 21-11 21-17થી હરાવ્યો હતો. કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌર પંજાલાની વિશ્વ ક્રમાંકિત 45મી ક્રમાંકિત જોડી પછી એરોન ચિયા અને ટીઓ યી સામે હારી ગઈ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રણોયે ટીમની જીત નક્કી કરી હતી

વિશ્વ રેન્કિંગના 23મા ક્રમાંકિત ખેલાડી પ્રણોયની જીત સાથે જ ભારતને આગામી રાઉન્ડમાં જગ્યા મળી ગઈ છે. પ્રણય શરૂઆતમાં 1-6થી પાછળ હતો પરંતુ તેણે 22 વર્ષીય હુન હાઓ લિઓંગને 21-13, 2108થી હરાવીને ભારતની જીત પર મહોર મારી હતી. હવે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા અને ડેનમાર્ક વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે થશે.

ભારતીય મહિલા ટીમ ગુરુવારે થાઈલેન્ડ સામે 0-3થી હાર્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં ઉબેરથી બહાર થઈ ગઈ હતી. અહીંના ઈમ્પેક્ટ એરેનામાં રમાયેલી આ મેચમાં સ્ટાર ખેલાડી પીવી સિંધુ ભારતને વિજયી શરૂઆત અપાવી શકી ન હતી. સિંધુને થાઈલેન્ડની રત્ચાનોક ઈન્તાનોન સામે 21-18, 17-21, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Article