IND vs SA: કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાને વિવાદો કેવી રીતે અસર કરી રહ્યા છે ? કોચ દ્રવિડે આપ્યો આ જવાબ

|

Jan 02, 2022 | 5:54 PM

સાઉથ આફ્રિકા ટૂર પર રવાના થતા પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની કેપ્ટનશીપ વિશે શું કહ્યું તેના પર ઘણો હોબાળો થયો અને 15 દિવસ પછી BCCI તરફથી જવાબ આવ્યો હતો.

IND vs SA: કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાને વિવાદો કેવી રીતે અસર કરી રહ્યા છે ? કોચ દ્રવિડે આપ્યો આ જવાબ
VIrat Kohli, Rahul dravid ( file photo)

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે 3 જાન્યુઆરી સોમવારથી જોહાનિસબર્ગમાં (Johannesburg) ટેસ્ટ શ્રેણીની બીજી મેચ શરૂ થઈ રહી છે. સેન્ચુરિયન ટેસ્ટમાં (Centurion Test) વિજય સાથે ભારતીય ટીમ (Indian team)શ્રેણીમાં 1-0થી આગળ છે અને હવે તેની પાસે શ્રેણી જીતવાની સારી તક છે. પરંતુ આ ટેસ્ટ પહેલા ફરી એકવાર કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli) અને તેની કેપ્ટનશિપને લઈને ચાલી રહેલા વિવાદનો મુદ્દો સામે આવ્યો છે.

દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસ માટે પ્રસ્થાન કરતા પહેલા કોહલીની પ્રેસ કોન્ફરન્સમાં વિવાદ ઉભો થયા પછી બીસીસીઆઈનો (BCCI) પ્રથમવાર જવાબ આવ્યો છે. જેમાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કોહલીના દાવાઓને નકારી કાઢ્યા હતા. હવે જોહાનિસબર્ગ ટેસ્ટ પહેલા ફરી વિવાદ ઉભો થયો છે અને ટીમના કોચ રાહુલ દ્રવિડે (Coach Rahul Dravid) આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

જોહાનિસબર્ગ ટેસ્ટના એક દિવસ પહેલા, રવિવાર, 2 જાન્યુઆરીએ, મુખ્ય કોચ દ્રવિડે (Coach Rahul Dravid), મેદાનની બહાર ચાલી રહેલા વિવાદો પરના પ્રશ્નના જવાબમાં કહ્યું કે સુકાની કોહલી શાનદાર રીતે નેતૃત્વ કરી રહ્યો છે અને મેદાનની બહાર વિવાદનો ‘ઘોંઘાટ’ હોવા છતાં, તે પોતે પ્રોત્સાહિત કરે છે. દ્રવિડે કહ્યું, “અન્ય મુદ્દાઓ પર ઘણીબધી વાતો થઈ રહી છે, પરંતુ સાચું કહું તો ટીમને પ્રોત્સાહિત કરવાનું સરળ રહ્યું છે. આમાં કેપ્ટનની મોટી ભૂમિકા છે. વિરાટ શાનદાર કામ કરી રહ્યો છે. તે 20 દિવસથી ટીમ સાથે ખૂબ જ સારા સંપર્કમાં છે. તે પોતાની તૈયારીની સાથે ટીમના એક શાનદાર કેપ્ટન તરીકે ઉભરી આવ્યો છે અને ટીમ સારી સ્થાન પર છે અને વિરાટે આમાં મોટી ભૂમિકા ભજવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કોહલીના નિવેદન પર ચેતન શર્માનો જવાબ
ભારત છોડતા પહેલા કોહલીએ કહ્યું હતું કે ટેસ્ટ ટીમની પસંદગી તે જ દિવસે કરવામાં આવી હતી જ્યારે તેને ODI કેપ્ટનપદેથી હટાવવાની જાણ કરવામાં આવી હતી. કોહલીએ કહ્યું હતું કે ટીમની પસંદગી બાદ તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે તેને ODI ટીમની કેપ્ટનશીપથી હટાવવામાં આવી રહ્યો છે. આ સાથે કોહલીએ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીના એ દાવાને પણ ફગાવી દીધો હતો, જેમાં ગાંગુલીએ કહ્યું હતું કે તેણે કોહલીને T20ની કેપ્ટનશીપ ન છોડવાની અપીલ કરી હતી.

15 દિવસ સુધી આ મુદ્દે શાંત રહ્યા બાદ ચેતન શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે પસંદગીકારોએ કોહલીને વર્લ્ડ કપ પહેલા T20 કેપ્ટનશીપ છોડી દેવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. તે જ સમયે શર્માએ કહ્યું હતું કે કોહલીને ODI ટીમની પસંદગી પહેલા જ કેપ્ટનશિપ હટાવવાની જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

IND vs SA: ક્વિન્ટન ડી કોકની નિવૃત્તિથી દક્ષિણ આફ્રિકાને નુકસાન, ભારતની જીત નક્કી

આ પણ વાચોઃ

IND vs SA : જોહાનિસબર્ગમાં વિરાટ કોહલીને માત્ર 7 રનની જરૂર છે, રનનો મોટો રેકોર્ડ તૂટી જશે

Next Article