IND VS SA Final : અક્ષર પટેલે તોફાની બેટિંગથી જીત્યું દિલ, પરંતુ એક ભૂલને કારણે ટીમને થયું નુકસાન

|

Jun 29, 2024 | 9:58 PM

સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ અક્ષર પટેલ ક્રિઝ પર ઉતર્યો હતો. પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અક્ષરને વિરાટ સાથે ભાગીદારી જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી અને આ ખેલાડી આમાં સફળ રહ્યો. આ શાનદાર ઇનિંગ દરમિયાન અક્ષર પટેલે એક ભૂલ કરી જેના કારણે ટીમ ઇન્ડિયાને નુકસાન થયું.

IND VS SA Final : અક્ષર પટેલે તોફાની બેટિંગથી જીત્યું દિલ, પરંતુ એક ભૂલને કારણે ટીમને થયું નુકસાન
Axar patel

Follow us on

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં રોહિત શર્મા, પંત અને સૂર્યાએ ખાસ રન કર્યા નહોતા. પરંતુ બાર્બાડોસના મેદાન પર અક્ષર પટેલે તોફાની ઇનિંગ રમી હતી, પટેલે માત્ર 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ ડાબોડી બેટ્સમેને પોતાની ઇનિંગમાં 4 સિક્સ અને એક ફોર ફટકારી હતી અને સ્ટ્રાઇક રેટ 151થી વધુ હતી. પરંતુ આ શાનદાર ઇનિંગ દરમિયાન અક્ષર પટેલે એક ભૂલ કરી જેના કારણે ટીમ ઇન્ડિયાને નુકસાન થયું.

અક્ષરે કઈ ભૂલ કરી ?

જ્યારે અક્ષર પટેલ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને દક્ષિણ આફ્રિકાના બોલરો બેકફૂટ પર હતા ત્યારે આ ખેલાડીએ એક નાની ભૂલ કરી હતી અને 14મી ઓવરમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ રબાડાના બોલ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ વિકેટકીપર ડી કોકના હાથમાં ગયો. આ દરમિયાન અક્ષર પટેલ પીચની વચ્ચે હતો. ડી કોકે જાણી જોઈને તરત બોલ ફેંક્યો નહીં. અને અક્ષર પટેલને લાગ્યું કે ડી કોક હવે બોલ ફેંકશે નહીં, પરંતુ ડી કોકે તરત જ નોન-સ્ટ્રાઈકરના છેડે બોલ ફેંક્યો અને બોલ સીધો સ્ટમ્પ પર જઈને ટકરાયો અને અક્ષર પટેલ રનઆઉટ થયો.

અક્ષરની આ ભૂલને કારણે તે ન માત્ર તેની અડધી સદી ચૂકી ગયો પરંતુ તેની સાથે તેની અને વિરાટ કોહલી વચ્ચેની સેટ પાર્ટનરશિપ પણ તૂટી ગઈ. અક્ષરે વિરાટ સાથે 54 બોલમાં 72 રનની ભાગીદારી કરી હતી. જોકે, આમાં અક્ષરનું યોગદાન 31 બોલમાં 47 રનનું હતું. જો કે અક્ષર વધુ થોડો સમય ક્રિઝ પર રહ્યો હોત તો ટીમ ઈન્ડિયાનો રન રેટ વધુ ઝડપી બની શક્યો હોત.

કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો
આર્મી કેન્ટીનમાં બીયરની કિંમત કેટલી છે? જાણીને ચોંકી જશો

અક્ષરની શાનદાર બેટિંગ

સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ અક્ષર પટેલ ક્રિઝ પર ઉતર્યો હતો. પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અક્ષરને વિરાટ સાથે ભાગીદારી જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી અને આ ખેલાડી આમાં સફળ રહ્યો. એક તરફ વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના બોલરો સામે પરેશાન દેખાઈ રહ્યો હતો, તો બીજી તરફ અક્ષરે તેના પર એટેક કર્યો હતો. અક્ષરે પોતાની ઈનિંગમાં 4 શાનદાર સિક્સર ફટકારી અને આ બાઉન્ડ્રીના કારણે ટીમ ઈન્ડિયા પણ સારા સ્કોર સુધી પહોંચી ગઈ.

Published On - 9:53 pm, Sat, 29 June 24

Next Article