IND vs PAK, T20 World Cup 2021: વરુણ ચક્રવર્તી પાકિસ્તાન સામે નહીં રમે ! આ દિગ્ગજ સિલેક્ટરે ટીવી 9 ને પ્લેઇંગ ઇલેવન જણાવી

|

Oct 23, 2021 | 12:02 PM

હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામે રમાડવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં, અનુભવી પસંદગીકારે તેમના વિશે શું કહ્યું તે જાણવું પણ જરૂરી છે.

IND vs PAK, T20 World Cup 2021: વરુણ ચક્રવર્તી પાકિસ્તાન સામે નહીં રમે ! આ દિગ્ગજ સિલેક્ટરે ટીવી 9 ને પ્લેઇંગ ઇલેવન જણાવી
ભારતની પ્લેઈંગ ઈલેવન

Follow us on

IND vs PAK, T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા પાકિસ્તાન (Pakistan) સામે કેવી હેશે? ટીમ કોમ્બિનેશન શું હશે? કેપ્ટન કોહલી કઈ પ્લેઇંગ ઇલેવન સાથે જશે? હાર્દિક પંડ્યા રમશે કે નહીં?

ભારતના અનુભવી પસંદગીકાર સબા કરીમે (saba karim) TV9 હિન્દી સાથેની ખાસ વાતચીતમાં આ તમામ પ્રશ્નોના જવાબો આપ્યા છે. સબા કરીમે EXCLUSIVE વાતચીતમાં ટીમ ઇન્ડિયા (Team India)ની પ્લેઇંગ ઇલેવન (Playing XI) સંબંધિત તમામ કાર્ડ ખોલવાનો પ્રયાસ કર્યો છે. તેણે પાકિસ્તાન સામે રમાનાર મેચ માટે  ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે.

ભારતના પૂર્વ પસંદગીકર્તાએ વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) ને તેની પ્લેઇંગ ઇલેવન (Playing XI)માં સ્થાન આપ્યું નથી. તેણે પોતાના નિર્ણયનું કારણ પણ આપ્યું છે, જેના તાર ટીમ ઈન્ડિયા દ્વારા વોર્મ-અપ મેચમાં તૈયાર કરવામાં આવેલા ગેમ પ્લાન સાથે જોડાયેલા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને રમાડવા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતના ગૌતમ ગંભીરથી લઈને પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો તે બોલિંગ નહીં કરે તો તેને પ્લેઈંગ ઈલેવન (Playing XI)માં સ્થાન નહીં મળે. પરંતુ સબા કરીમના મતે, હાર્દિક પંડ્યાનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. ભારતના અનુભવી પસંદગીકર્તાએ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને તેની પાવર હિટિંગ કુશળતા ની સિક્લ્સ પાછળનું કારણ જણાવ્યું હતું. સબાએ કહ્યું કે, હાર્દિકના રમવાની સાથે ભારતીય ટીમ પાસે તેના અને રિષભ પંતના રૂપમાં બે પાવર હિટર્સ હશે.

ભારત 6 બેટ્સમેન અને 5 બોલરો સાથે ઉતરશે – સબા

સબા કરીમે (saba karim) કહ્યું કે, ટીમ ઇન્ડિયા 6 બેટ્સમેનો અને 5 બોલરોના કોમ્બિનેશન સાથે પાકિસ્તાન સામે ઉતરશે. તેમના મતે, કેએલ રાહુલ અને રોહિત શર્મા ભારત માટે ઈનિંગની શરૂઆત કરશે. આ પછી, વિરાટ કોહલી (Virat Kohli) ત્રીજા નંબરે રમવા માટે ઉતરશે. જ્યારે ચોથું સ્થાન ટીમમાં સૂર્યકુમાર યાદવનું રહેશે. જ્યારે ઋષભ પંત અને હાર્દિક પંડ્યા 5 અને 6માં નંબરના ખેલાડી હશે.

ટીમ ઈન્ડિયા(Team India)નું બોલિંગ કોમ્બિનેશન શું છે? જવાબમાં સબા કરીમે 5 નિષ્ણાંત બોલરોનાં નામ ગણાવી દીધા. પરંતુ તે નામનો ઉલ્લેખ કર્યો નથી, જેની ચર્ચા ચાલી રહી છે વરુણ ચક્રવર્તી. સબા કરીમે કહ્યું કે, “જાડેજા અને અશ્વિન ભારતના બે મુખ્ય સ્પિનર ​​હશે. આ સિવાય ફાસ્ટ બોલિંગની કમાન જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીના હાથમાં રહેશે.

જ્યારે ટીવી 9 એ વરૂણ ચક્રવર્તી(Varun Chakravarthy)ને ટીમમાં સામેલ ન કરવા અંગે સબાને પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું, “અશ્વિનને વોર્મ-અપ મેચમાં પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે મળવું એ એક મોટી નિશાની છે કે તે પ્લેઇંગ ઇલેવન(Playing XI)નો ભાગ બની શકે છે.” તેણે વધુમાં કહ્યું કે વરુણ ચક્રવર્તી કરતા પણ વધારે બોલિંગ વોર્મ-અપમાં કરવામાં આવી ન હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 2 ઓવર ફેંકી હતી જે મોંઘી સાબિત થઈ હતી. વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો. સબાના કહેવા પ્રમાણે, વરુણે પોતાની રમતની રાહ જોવી પડી શકે છે.

પાકિસ્તાન સામે સબા કરીમની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ

આ પણ વાંચો : India vs Pakistan, T20 World cup 2021: ભારત પાકિસ્તાનને હરાવશે ! 60-40 થી ટીમ ઇન્ડીયાનુ પલડું ભારે, જાણો શુ છે સૌથી મોટું કારણ

Next Article