
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટોસનો સમય ખૂબ ચર્ચામાં રહ્યો. જ્યાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને અવગણ્યો. ટોસ દરમિયાન તેણે આગાને જોયો પણ નહીં, અને તેની સાથે હાથ પણ ન મિલાવ્યા
પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેના કારણે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ખૂબ ખુશ દેખાતા હતા. સૂર્યકુમાર યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ એક સારી તક છે કારણ કે ઝાકળ પડવાની શક્યતા વધુ છે, જેનાથી બેટિંગ સરળ બનશે.
જુઓ Video
Coin falls in favour of Pakistan and they choose to bat first
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
જોકે, ક્રિકેટ એક્સપર્ટ્સ વચ્ચે આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો માને છે કે સલમાન આગાએ ટોસમાં મોટી ભૂલ કરી છે, કારણ કે ટોસ સમયે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે – તે પોતે પણ બોલિંગ કરવા માંગતો હતો.
વિશ્લેષકો માને છે કે ભારતે આ તકનો લાભ લેવાનું મન બનાવી લીધું છે અને સલમાન આગાનો આ નિર્ણય તેમના માટે મોંઘો સાબિત થઈ શકે છે. ક્રિકેટ ફેન્સ આ ટોસ નાટક અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરવા માંગતા હતા, અમે આ નિર્ણયથી ખુશ છીએ. અમે ફક્ત એક જ સ્ટ્રીપ પર પ્રેક્ટિસ કરી હતી, વિકેટ સારી હતી અને રાત્રે બેટિંગ કરવી વધુ સારું રહેશે. અહીં ખૂબ ભેજવાળી સ્થિતિ છે, તેથી અમને ઝાકળ પડવાની અપેક્ષા છે. ટીમને એ જ રાખવામાં આવી છે.
તો સલમાન આગાએ ટોસ સમયે કહ્યું – અમે પહેલા બેટિંગ કરવાના છીએ. અમારી ટીમે સારું ક્રિકેટ રમ્યું છે, અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. વિકેટ ધીમી લાગે છે. ફક્ત પહેલા બેટિંગ કરીને રન બનાવવા માંગીએ છીએ. ટીમ એવી જ છે. અમે લગભગ 20 દિવસથી અહીં છીએ અને કન્ડીશન્સ સાથે સારી રીતે એડજસ્ટ થઈ ગયા છીએ.
ભારત સામે પાકિસ્તાનના પ્લેઇંગ-11: સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ.
પાકિસ્તાન સામે ભારતની પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.