IND vs PAK: એક જીતથી હવામાં ઉડી રહ્યા છે પાકિસ્તાની ખેલાડી, કર્યો દમ વગરનો દાવો

|

Aug 19, 2022 | 2:48 PM

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે દાવો કર્યો હતો કે એશિયા કપમાં પાકિસ્તાન ભારતીય ટીમને હરાવી દેશે. તેની પાછળ તેણે એક અદ્ભુત કારણ જણાવ્યું.

IND vs PAK: એક જીતથી હવામાં ઉડી રહ્યા છે પાકિસ્તાની ખેલાડી, કર્યો દમ વગરનો દાવો
Virat Kohli and Babar Azam

Follow us on

એશિયા કપમાં (Asia Cup) ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ટક્કર થવાની છે. આગામી 28 ઓગસ્ટે બંને ટીમો દુબઈ સ્ટેડિયમમાં (Dubai Stadium) ટકરાશે. આ એ જ મેદાન છે જ્યાં T20 વર્લ્ડ કપ 2021માં બંને ટીમો આમને સામને આવી હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત પર પાકિસ્તાનનો આ પ્રથમ વિજય હતો. હવે આ બંને ટીમો એશિયા કપમાં સામસામે આવવાની છે અને આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે દાવો કર્યો છે કે એશિયા કપમાં પણ પાકિસ્તાન જીતશે.

સરફરાઝ અહેમદે કહ્યું- પાકિસ્તાન જીતનુ દાવેદાર છે

સરફરાઝ અહેમદે દાવો કર્યો હતો કે પાકિસ્તાન દુબઈમાં ઘણું ક્રિકેટ રમ્યું છે અને તેના ખેલાડીઓ દુબઈની તમામ પરિસ્થિતિ સારી રીતે જાણે છે. યુટ્યુબ ચેનલ PakTV સાથેની વાતચીતમાં સરફરાઝે કહ્યું, ‘એશિયા કપની પ્રથમ મેચ અમારી લયની દિશા નક્કી કરશે. અમારી પ્રથમ મેચ ભારત સામે છે. અમારો ઉત્સાહ વધારે હશે કારણ કે બન્ને દેશ વચ્ચેની છેલ્લી મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. દુબઈમાં જ ભારત સામે પાકિસ્તાન જીત્યું હતું..

પાકિસ્તાન પરિસ્થિતિથી સારી રીતે વાકેફ

સરફરાઝ અહેમદે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સારી સ્થિતિમાં છે. કારણ કે તેના ખેલાડીઓને દુબઈમાં રમવાનો વધુ અનુભવ છે. પીએસએલ હોય કે આંતરરાષ્ટ્રીય મેચ, પાકિસ્તાની ખેલાડીઓ દુબઈમાં વધુ ક્રિકેટ રમ્યા છે. ભારતીય ખેલાડીઓને પણ UAEમાં રમવાનો અનુભવ ધરાવે છે. પરંતુ પાકિસ્તાન UAEમાં પોતાની ઘણી હોમ સિરીઝ રમી ચૂક્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સરફરાઝ અહેમદે કહ્યું, ‘પાકિસ્તાન પરિસ્થિતિને સારી રીતે જાણે છે કારણ કે અમે PSL સિવાય અહીં ઘણી હોમ સિરીઝ રમી છે. ભારતીયો દુબઈમાં આઈપીએલ રમી ચૂક્યા છે પરંતુ તેમની પાસે વધુ અનુભવ નથી.

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ – બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન આફ્રિદી, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર.

Next Article