IND vs NZ: કેપ્ટન અને કોચે પીચનો અભ્યાસ કરી, રાહુલ દ્રવિડે રોહિત પ્રેકટિસ કરાવી જુઓ, VIDEO

|

Nov 16, 2021 | 3:34 PM

રમત કેવો વળાંક લેશે તેમાં પિચની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પહેલા કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ આવું જ કરતા જોવા મળ્યા હતા.

IND vs NZ: કેપ્ટન અને કોચે પીચનો અભ્યાસ કરી, રાહુલ દ્રવિડે રોહિત પ્રેકટિસ કરાવી જુઓ, VIDEO
team india practice

Follow us on

IND vs NZ:મેચ જીતવા માટે પીચનો અભ્યાસ કરવો જરૂરી છે. રમત કયો વળાંક લેશે તે પિચ નક્કી કરે છે. સોમવારે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પહેલા કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)પણ આવું જ કરતા જોવા મળ્યા હતા.

તેણે પહેલા પિચના મૂડને ઝીણવટપૂર્વક ચકાસ્યો જે બાદ તે પ્રેક્ટિસ કરવા મેદાનમાં ગયો હતો. ન્યુઝીલેન્ડ (New Zealand)તરફથી ટેસ્ટ શ્રેણી એ રાહુલ દ્રવિડ માટે મુખ્ય કોચ અને રોહિત શર્મા (Rohit Sharma)કેપ્ટન તરીકેની સંપૂર્ણ ભૂમિકામાં પ્રથમ મોટી શ્રેણી છે. આ જ કારણ છે કે, તે જીતવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 


બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના પહેલા દિવસના પ્રેક્ટિસ સેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડને ઘેરવાની તેના મગજમાં ચાલી રહેલી હિટ યોજના પણ આ વીડિયોને જોઈને સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં રાહુલ દ્રવિડ પોતે રોહિત શર્માને નેટમાં બોલ ફેંકી રહ્યો છે. પરંતુ તે જ સમયે તમે જોશો કે, હિટમેન અશ્વિન અને અન્ય બોલરોના બોલ પર પણ શોટ રમી રહ્યો છે.

કિવિઓ પર હુમલાની જવાબદારી રોહિત શર્માની!

 

 

ન્યુઝીલેન્ડ સામે ટી-20 સીરીઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ યુવા છે. આવી સ્થિતિમાં, આ વીડિયોથી સ્પષ્ટ છે કે, કિવી ટીમ પર હુમલો કરવાની જવાબદારી રોહિત શર્મા અને અન્ય અનુભવી બેટ્સમેનો પર રહેશે.

કેપ્ટન અને કોચે પીચનો અભ્યાસ કર્યો છે

આ પ્રેક્ટિસ કરવાના એક દિવસ પહેલા રોહિત અને દ્રવિડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચનો અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.

જયપુરમાં ભારતનો રેકોર્ડ સારો છે

જયપુરમાં આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ ચૂકી છે, પરંતુ અહીં રમાનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ હશે. આ મેદાન પર ભારતનો જીતનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે અહીં રમાયેલી 12માંથી 8 ODI જીતી છે જ્યારે 1 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

આ પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

Next Article