IND vs NZ: રાહુલ દ્રવિડ કોલકાતા એરપોર્ટથી હોટલ ન ગયો, સીધો Eden Gardens નો રસ્તો પકડ્યો, જાણો કેમ ?

|

Nov 21, 2021 | 12:55 PM

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 3 T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મતલબ કે શ્રેણી તેના દ્વારા કબજે કરવામાં આવી છે. હવે કોલકાતામાં ક્લીન સ્વીપની તૈયારીઓ ચાલી રહી છે.

IND vs NZ: રાહુલ દ્રવિડ કોલકાતા એરપોર્ટથી હોટલ ન ગયો, સીધો Eden Gardens નો રસ્તો પકડ્યો, જાણો કેમ ?
Rahul Dravid

Follow us on

IND vs NZ: કહેવાય છે કે કલ કરે સૌ આજ કર આજ કરે સૌ અબ. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ જ્યારે ત્રીજી અને અંતિમ T20 માટે કોલકાતા પહોંચ્યા ત્યારે કંઈક આવું જ કરતા જોવા મળ્યા હતા. તે પોતાના ખેલાડીઓ સાથે હોટલમાં ગયો ન હતો, પરંતુ કોલકાતા એરપોર્ટથી સીધો ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ગયો હતો. આ દરમિયાન બેટિંગ કોચ (Batting coach) વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મહામ્બ્રે પણ તેમની સાથે હતા. રાહુલ દ્રવિડે એરપોર્ટથી સીધો ઈડન જવાનો રસ્તો શા માટે લીધો.

ભારતે ન્યૂઝીલેન્ડ (India New Zealand) સામેની 3 T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મતલબ કે શ્રેણી તેના દ્વારા કબજે કરવામાં આવી છે. હવે કોલકાતામાં ક્લીન સ્વીપની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે બંને ટીમ શનિવારે કોલકાતા પહોંચી ગઈ છે. ઈડન ખાતે રમાનારી ત્રીજી અને છેલ્લી ટી20ની તૈયારી માટે ટીમ પાસે સમય નહોતો. બીજી અને T20 વચ્ચે માત્ર 1 દિવસનું અંતર હતું.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

દ્રવિડે ઈડન પહોંચ્યા બાદ પીચની તપાસ કરી

હવે ટીમ કોલકાતા પહોંચી ગઈ છે. ટીમ સાથે કોચિંગ સ્ટાફ પણ પહોંચી ગયો હતો. પરંતુ ભારતીય ટીમના મુખ્ય કોચ પોતાના બેટિંગ અને બોલિંગ કોચ સાથે ટીમ હોટલમાં જવાને બદલે સીધા ઈડન ગાર્ડન્સ ગયા, જ્યાં દ્રવિડે સૌથી પહેલા ત્યાંના પિચ ક્યુરેટર સુજન મુખર્જી સાથે વાત કરી અને પિચની હાલચાલ વિશે જાણકારી મેળવી. આ સમય દરમિયાન દ્રવિડે પોતે પીચને તપાસી.

પીચ પર રનનો વરસાદ થશે – ચીફ ક્યુરેટર

ઈડનના ચીફ ક્યુરેટર સુજન મુખર્જીએ કહ્યું, “પીચ બેટિંગ માટે યોગ્ય છે અને તેના પર હાઈ સ્કોરિંગ મેચો જોઈ શકાય છે. ટીમનો સ્કોર 160 પ્લસમાં જઈ શકે છે.

આ પહેલીવાર છે જ્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે ઈડન ગાર્ડન્સમાં ઉતર્યો છે. અગાઉ, ઈડનમાંથી તેની યાદ 2001માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ ઇનિંગ્સ સાથે જોડાયેલી છે, જેણે કાંગારૂઓના વિજય રથને રોકવાનું કામ કર્યું હતું. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 માટે ઈડન ગાર્ડન્સમાં 70 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે.

 

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

Next Article