IND vs NZ: રોહિત શર્માએ પોતાનું કામ કરી દીધું છે, હવે રહાણે અને વિરાટની જવાબદારી છે કે તેઓ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને બાદશાહ બનાવશે કે કેમ

|

Nov 22, 2021 | 5:41 PM

હવે અજિંક્ય રહાણે અને વિરાટ કોહલીની કેપ્ટનશિપની તાકાત જોવાનો સમય આવી ગયો છે. આ બંને પર ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને ટેસ્ટમાં નંબર વન બનવા તરફ આગળ વધવાની જવાબદારી રહેશે.

IND vs NZ: રોહિત શર્માએ પોતાનું કામ કરી દીધું છે, હવે રહાણે અને વિરાટની જવાબદારી છે કે તેઓ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને બાદશાહ બનાવશે કે કેમ
Ajinkya Rahane - Virat Kohli

Follow us on

IND vs NZ:ભારતે ટી-20 સિરીઝમાં ન્યુઝીલેન્ડનો સફાયો કર્યો છે. આ કામ રોહિત શર્મા (Rohit Sharma)ના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. અને હવે અજિંક્ય રહાણે અને વિરાટ કોહલીની કેપ્ટનશિપની તાકાત જોવાનો વારો છે. આ બંને પર ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને ટેસ્ટમાં નંબર વન બનવા તરફ આગળ વધવાની જવાબદારી રહેશે. જો કાનપુર ટેસ્ટ (Kanpur Test) અજિંક્ય રહાણેના હાથમાં છે તો મુંબઈ ટેસ્ટ (Mumbai Test)માં મેદાન મારવાનું કામ વિરાટ કોહલીનું રહેશે. જો ભારત આ બંને ટેસ્ટ જીતે છે તો તે ટેસ્ટમાં નંબર વન ટીમ બનવા તરફ આગળ વધી શકે છે.

અજિંક્ય રહાણેની કપ્તાનીમાં ભારતીય ટીમ 25 નવેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ (Kanpur Green Park Stadium)માં પ્રથમ ટેસ્ટ રમશે. ભારતે જે રીતે ન્યૂઝીલેન્ડને ટી-20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યું છે, તે પછી ટીમ ઈન્ડિયા પાસે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતવાની તક છે. 2-0થી જીત ભારતને ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બનવાના લક્ષ્યની નજીક લઈ જઈ શકે છે.

ટીમ ઈન્ડિયા હાલમાં 119 પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને છે. તે જ સમયે કેન વિલિયમસનની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડના 126 પોઈન્ટ છે. રેટિંગ ICC રેન્કિંગમાં ટીમનું સ્થાન નક્કી કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિજેતા ન્યુઝીલેન્ડ હાલમાં 126 પોઈન્ટ સાથે ટોચ પર છે. જો ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ જીતશે તો ટીમ ઈન્ડિયાના રેન્કિંગમાં સુધારો થશે, પરંતુ જો ટીમ ઈન્ડિયા બંને મેચ જીતી જશે તો ભારતીય ટીમને ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવવાની તક મળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ માટે કાનપુર પહોંચી છે

કેપ્ટન અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, ઈશાંત શર્મા અને મયંક અગ્રવાલ અને કેટલાક અન્ય ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે છેલ્લા 7 દિવસથી મુંબઈના કેમ્પમાં સખત મહેનત કરી રહ્યા હતા. આખી ભારતીય ટીમ હવે કાનપુર પહોંચી ગઈ છે. કોલકાતામાં ટી-20 સિરીઝ પૂરી થયા બાદ તેમાં રમી રહેલી ટેસ્ટ ટીમના 5 ખેલાડીઓ પણ કાનપુર ગયા છે. રોહિત શર્મા ભારતની ટેસ્ટ ટીમનો ભાગ નથી. તેણે આ શ્રેણીમાંથી આરામ લીધો છે. રોહિતે કોલકાતાથી સીધી મુંબઈની ફ્લાઈટ પકડી છે.

આ પણ વાંચો : Captain Abhinandan Varthaman: બાલાકોટ એરસ્ટ્રાઈકનાં હીરો અભિનંદન વર્ધમાન વીરચક્રથી સન્માનિત , રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન પ્રાપ્ત

Published On - 5:40 pm, Mon, 22 November 21

Next Article