IND vs ENG: વાસિમ જાફર એ મંગળ ગ્રહનો ફોટો શેર કરી અનોખી રીતે ભારતીય બોલરોના વખાણ કર્યા

|

Feb 20, 2021 | 4:57 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ક્રિકેટ વાસિમ જાફર (Wasim Jaffer) પાછળના કેટલાક સમય થી પોતાના સોશિયલ મીડીયા પોષ્ટને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ક્યારેક મીમ તો ક્યારેક સિક્રેટ કોડને લઇને તેના ટ્વીટ વાયરલ થતા રહે છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાઇ રહી છે.

IND vs ENG: વાસિમ જાફર એ મંગળ ગ્રહનો ફોટો શેર કરી અનોખી રીતે ભારતીય બોલરોના વખાણ કર્યા
ફોટોને શેર કરતા તેણે લખ્યુ છે કે, સુકી પિચ લાગી રહી છે, જેની પર સ્પિનરોને મદદ મળશે.

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ક્રિકેટ વાસિમ જાફર (Wasim Jaffer) પાછળના કેટલાક સમય થી પોતાના સોશિયલ મીડીયા પોષ્ટને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ક્યારેક મીમ તો ક્યારેક સિક્રેટ કોડને લઇને તેના ટ્વીટ વાયરલ થતા રહે છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાઇ રહી છે. સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ દરમ્યાનની પિચને લઇને ખૂબ ચર્ચાઓ વર્તાઇ હતી. ઇંન્ડીયન પિચોને લઇને વાસિમ જાફરે એક ટ્વીટ કર્યુ છે. જે ખૂબ વાયરલ થયુ છે. જાફર એ આ ટ્વીટ સાથે ટીમ ઇન્ડીયાના બોલરોના ખૂબ વખાણ કર્યા છે.

જાફરે બતવાયુ હતુ કે કેવી રીતે આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મહંમદ શામી, ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા જેવા બોલરો કોઇ પણ પિચ પર સારી બોલીંગ કરી શકે છે. જાફર એ મંગળ ગ્રહ (Mars) નો ફોટો શેર કર્યો છે, જે હાલના દિવસોમાં સોશિયલ મિડીયા પર ખૂબ મદદ મળશે. આ ફોટોને શેર કરતા તેણે લખ્યુ છે કે, સુકી પિચ લાગી રહી છે, જેની પર સ્પિનરોને મદદ મળશે. અશ્વિન, જાડેજાને રમવામાં મુશ્કેલ બની જશે. ત્રણ ઓવર બાદ બોલ રોકાઇને આવશે. જેને લઇને બુમ, શામી, ઉમેશ અને સિરાજ રિવર્સ સ્વિંગથી પરેશાન કરી શકે છે. ભારતીય બોલીંગ એટેક દરેક કંડિશન મુજબ ઢળી જાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારત અને ઇગ્લેંડ વચ્ચે આગામી 24 ફેબ્રુઆરી થી અમદાવાદના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટની શરુઆત થશે. હાલમાં શ્રેણી 1-1 થી બરાબર ચાલી રહી છે. આ સિરીઝ ના રિઝલ્ટ સાથે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનની ફાઇનલમાં કોણ પહોંચશે તે નક્કિ થશે. ન્યુઝીલેન્ડ પહેલે થી જ ફાઇનલમાં પહોંચી ચુકી છે, જ્યારે બીજા સ્થાન માટે ભારત, ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હરીફાઇ ચાલી રહી છે.

Next Article